GSTV

સાવધાન : નદી સાથે આ કંપનીઓએ કર્યા આવા ચેડાં તો ફટકારાયો કરોડો રૂપિયાનો દંડ

Last Updated on June 19, 2019 by Mayur Vora

જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર-બનીહાલ નેશનલ હાઇવેના બાંધકામ માટે ચેનાબ અને તાવી નદીઓમાં માટી નાાંખી પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ ગેમોન ઇન્ડિયા લિ. અને હિન્દુસ્તાન કન્સટ્રકશન કંપની લિ. પર NGT એ બંને કંપીઓ પર એક એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. NGT ના ચેરમેન જસ્ટિસ આદર્શ કુમાર ગોયલના નેતૃત્વ હેઠળની બેંચે આગામી ત્રણ સપ્તાહની અંદર અંદર સ્થિતિને  સુધારવા માટે રૂપિયા એક કરોડની પરફોમન્સ ગેરંટી પણ રજૂ કરવા આદેશ કર્યો હતો.

વળતરની રકમ એક મહિનાની અંદર સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં જમા કરાવી પડશે અને એક મહિનાની અંદર જ પરફોરમન્સ ગેરંટી પણ બોર્ડને સુપ્રત કરવી પડશે. સમિતિનો બાકીનો અહેવાલ ત્રણ મહિના પછી પરંતુ ૩૦ જૂન, ૨૦૧૯ પહેલાં રજૂ કરવો પડશે’એમ બેંચે કહ્યું હતું.જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના પૂર્વ જજ જે.આર. કોટવાલના નેતૃત્વ હેઠળની મોનિટરિંગ સમિતિએ સોંપેલા અહેવાલના અભ્યાસ  પછી ટ્રિબ્યુનલે આ ઓર્ડર કર્યો હતો.

બેંચે એવું પણ સુચન કર્યું હતું કે રાજ્ય સરકાર અને વન વિભાગે  બને એટલા ઓછા સમયમાં પ્રોજેક્ટની માટીને નાંખવા માટે ગંભીરતા દાખવી  યોગ્ય અને પુરતી જગ્યા ફાળવવી જોઇએ.

 ગ્રીન ટ્રિબ્યુનલે પર્યાવરણને  થયેલા નુકસાનની ખરી માત્રા અને તેની ભરપાઇ કરવા માટે કેટલી રકમ જોઇશે તેની વિગતો પણ સુપ્રત કરવા પણ  સમિતિને કહ્યું હતું.

Related posts

સાચવજો/ તહેવારની સીઝનમાં ક્યાંક ફરી ના થઇ જાય કોરોનાની એન્ટ્રી, સરકારે જાહેર કરી આ નવી ગાઇડલાઇન

Bansari

ચેતવણી / AMC અને GPCBને હાઇકોર્ટની ફિટકાર, 200 કરોડ ખર્ચ કર્યા છતાં કેમ સાબરમતીની આવી હાલત!

Dhruv Brahmbhatt

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!