પ્રદૂષણને અંકુશમાં રાખવા અને લોકોને આરોગ્યને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજીઓના સંબધમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ ૧૮ રાજ્યો પાસે જવાબ માગ્યો છે.એનજીટીના (NGT)પ્રમુખ ન્યાયમૂર્તિ આદર્શકુમાર ગોયલે જણાવ્યું હતું કે તેમણે દિલ્હી. હરિયાણા અને ઉત્તર પ્રદેશને અગાઉ જ નોટીસ મોકલી દીધી હતી. ઓડિશા અને રાજસ્થાન સરકારે ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અંગે નોટિફિકેશન જારી કરી દીધું છે હોવાથી તેમની પાસેથી જવાબ માગવામાં આવ્યો નથી.
NGTએ આ રાજ્યો પાસે માગ્યો જવાબ

એનજીટીએ (NGT)આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ચંડીગઢ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, તમિલનાડુ, તેલંગણા, ઉત્તરાખંડ અને પશ્રિમ બંગાળ પાસેથી પણ આ સંદર્ભમાં જવાબ માગ્યો છે.
આ રાજ્યોને નોટિસ મોકલીને પૂછવામાં આવ્યું છે કે પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ફટાકડા પર પ્રતિબંધ કેમ મૂકવામાં ન આવે? ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં જણાવ્યું છે કે તમામ રાજ્યો કે જ્યાં પ્રદૂષણનું સ્તર સંતોષકારક નથી તેઓ રાજસ્થાન અને ઓડિશાની જેમ ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનું વિચારે.
ફટાકડાના ઝેરી રસાયણને કારણે બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે એમા કોઇ શંકા નથી કે તહેવારોની સિઝનમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવે છે અને તેમાંથી નીકળતા ઝેરી રસાયણને કારણે બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડે છે.
આ અગાઉ ટ્રિબ્યુનલે સોમવારે પ્રદૂષણ નિયંત્રણ અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ૭ થી ૩૦ નવેમ્બર દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગના સંબધમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ પાસે જવાબ માંગ્યો હતો. આ ઉપરાંત ખંડપીઠે દિલ્હી પોલીસ કમિશનર, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરકારોને પણ નોટીસ મોકલી જવાબ માંગ્યો હતો.
Read Also
- માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થતાં લોકસભા સભ્યપદ જશે, કાયદાકીય રીતે સભ્યપદ બચાવવા માટે છે માત્ર આ વિકલ્પ
- ચૈત્ર નવરાત્રી 2023: માઁ ચંદ્રઘંટાની ઉપાસનાનો મહામંત્ર, જેમના જાપથી માતાજી તમારા અટકેલા કાર્યો શીઘ્ર પૂરા કરશે
- મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, 4 રિક્ટર સ્કેલની તીવ્રતા અનુભવાઈઃ ડરના માર્યા લોકો ઘરની બહાર નીકળી ગયા
- ઈંગ્લેન્ડના PM ઋષિ સુનકે વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ સાથે રમ્યા ક્રિકેટ, જુઓ વીડિયો
- નવરાત્રી 2023: નવરાત્રી પર તમારી રાશિ પ્રમાણે કન્યાઓને ભોજન કરાવો, તમને મળશે જગદંબાના આશીર્વાદ