GSTV

જો તમારૂ વાહન આટલા વર્ષ જૂનું છે તો કોરોનાકાળમાં બનશે મુશ્કેલીરૂપ, ભરવો પડશે ભારે દંડ

Last Updated on July 10, 2020 by pratik shah

જો તમારી પાસે 15 વર્ષથી જૂની ગાડી છે તો તેને રસ્તા ઉપર ઉતારતા પહેલા તમારે આ સમાચાર વાંચવાની જરૂર છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ રાજધાનીના રસ્તા ઉપર 15 વર્ષથી જૂના વાહનો ઉપર નો-એન્ટ્રી લગાવી દીધી છે. જો કે, દિલ્હીમાં 15 વર્ષથી જૂના વાહનોના ઓપરેશન ઉપર પ્રતિબંધ છે. તેને જોતા એનજીટીએ પણ આ પ્રતિબંધમાં બદલાવ કરવા માટે એક પીટીશન દાખલ કરી હતી. જેમાં એનજીટીએ સુનવણી કરવાથી ઈન્કાર કરી દીધો છે. એટલે કે હવે રાજધાનીમાં આ પ્રતિબંધ યથાવત રહેશે. કોરોનાના કારણે દલીલ દાખલ કરવામાં આવી છે. પ્રતિબંધના નિયમોમાં બદલાવની માગ કરતા પક્ષનું કહેવું હતું કે, વાહનોને પરમીશન આપવાથી કોરોનાકાળમાં લોકોની મદદ થશે. તેનાથી વરિષ્ઠ નાગરિકોનું જીવન બચાવી શકાય છે.

15 વર્ષ જૂના વાહનો ઉપર લાગશે આટલો દંડ

પીટીશન દિલ્હીના રહીશ વરિષ્ઠ નાગરિક કમલ સહાયના પક્ષમાં કરવામાં આવી હતી. જેની સુનવણી એનજીટીના પ્રમુખ જસ્ટીસ ગોયલની અધ્યક્ષતાવાળી બેઠક કરકી રહી છે. તેવામાં બેઠક તરફથી વાહનોની અનુમતીને મનાઈ કર્યાં બાદ જો તમારી પાસે 15 વર્ષ જૂનુ વાહન લઈને રસ્તા ઉપર નીકળો છો તો ભારે દંડ ચુકવવો પડશે. કોરોનાકાળમાં પણ તમે જૂની ગાડીઓનો ઉપયોગ કરી શકશો નહીં.

Related posts

BREAKING/ 50 લાખ લોકો આ શહેરમાં ઘરોમાં થયા લોક, ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવતાં એક મહિનો વધ્યું લોકડાઉન

pratik shah

WhatsApp પર આવ્યુ છે નવુ ફિચર: હવે નવો મેસેજ આવવા પર પણ નહીં દેખાય archived chats, જાણો કેવી રીતે કરશે કામ

Pravin Makwana

ખાસ વાંચો/ તમારા સ્માર્ટફોનનો આ રીતે કરો ઉપયોગ, દર મહિને ઘરેબેઠા થશે 50 હજાર રૂપિયાની કમાણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!