GSTV
Home » News » દિલ્હી સરકાર ફસાઈ, NGTએ ફટકાર્યો 50 કરોડ રૂપિયાનો દંડ

દિલ્હી સરકાર ફસાઈ, NGTએ ફટકાર્યો 50 કરોડ રૂપિયાનો દંડ

દિલ્હીમાં વધતી પ્રદૂષણની સમસ્યા હવે ગંભીર બની રહી છે. દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રિત નહીં કરવાના મામલે હવે દિલ્હી સરકારને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે પચાસ કરોડનો દંડ ફટકાર્યો છે. દિલ્હી સરકાર પર આ દંડ પ્રદૂષણ ફેલાવનારી કંપનીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવાને કારણે લગાવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે એનજીટીએ રહેણાંક વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવનારી કંપનીઓના સંચાલન પર આકરી નારાજગી વ્યક્ત કરી છે. એનજીટીએ દિલ્હી સરકારને પ્રદૂષણ ફેલાવનારા યુનિટ્સને તાત્કાલિક બંધ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. તેમ છતાં દિલ્હી સરકાર આના પર કોઈ નક્કર કાર્યવાહી કરી શકી નથી.

જસ્ટિસ આદર્શકુમાર ગોયલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે દિલ્હી સરકારને પચાસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એક એનજીઓ ઓલ ઈન્ડિયા લોકાધિકાર સંગઠન દ્વારા આના સંદર્ભે એનજીટીમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ એનજીઓ એનજીટીના આદેશોના અમલીકરણની દેખરેખ કરે છે. એનજીટીએ દિલ્હી માસ્ટર પ્લાન- 2021 હેઠળ દિલ્હી પ્રદૂષણ કંટ્રોલ કમિટીને રહેણાંક વિસ્તારોમાં ચાલનારી સ્ટીલની કંપનીઓને પ્રતિબંધિત યાદીમાં મૂકી હતી અને તેમની વિરુદ્ધ કાર્યવાહીના નિર્દેશ પણ આપ્યા હતા.

દિલ્હી સરકાર પર આરોપ છે કે વજીરપુર વિસ્તારમાં ચાલનારી ઘણી ઈન્ડસ્ટ્રીઝ ખુલ્લા નાળામાં પ્રદૂષણ ફેલાવતો કચરો વહાવી રહી છે. આ કચરો આખરમાં યમુના નદીમાં મળી જાય છે.

તેના ઉપર એનજીટીએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. શિયાળામાં ઠંડી વધવાની સાથે દિલ્હીમાં પ્રદૂષણ અને સ્મોગની સમસ્યાનો સામનો કરવા માટે પ્રદૂષણ નિયંત્રક એજન્સીઓએ સોમવારે દિલ્હીમાં ઈમરજન્સી પ્લાન લાગુ કરી દીધો છે. મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે બનાવવામાં આવેલી ઓથોરિટીના સદસ્ય અરુણિમા ચૌધરીએ ક્હ્યુ છે કે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન હેઠળ દિલ્હીમાં જનરેટર્સના ઉપયોગ પર પ્રતિબંધ ચાલુ રહેશે. જો કે એનસીઆરને આમા છૂટ આપવામાં આવી છે.

આ સિવાય વાહનવ્યવહારને સુચારુપણે ચલાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઘણાં ઉપયોગ કરવામાં આવ્યા છે. ધૂળવાળી સડકોની ઓળખ કરીને તેમના ઉપર પાણીના છંટકાવની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદૂષણની સ્થિતિ બેહદ ગંભીર હોવા પર ઈમરજન્સી કેટેગરીમાં દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર રોક, નિર્માણ કાર્ય પર રોક જેવા પગલા પણ ઉઠાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે સીપીસીબીએ પ્રદૂષણ નિયંત્રણ માપદંડોના નિરીક્ષણ માટે પોતાની 41 ટુકડીઓ દિલ્હી-એનસીઆરમાં તેનાત કરી છે.

Related posts

VIDEO: અચાનાક દેખાયો 13 ફૂટનો કિંગ કોબ્રા, મચી ગયો હડકંપ….

pratik shah

નવસારીના જમાલપોર ગામે થયો હોબાળો, વિધર્મી યુવાને યુવતિને ફસાવી પ્રેમજાળમાં પછી..

pratik shah

206 વર્ષથી ચાલે છે આ લડાઈ, હવે 23 દિવસ બાદ નવો ઇતિહાસ રચાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!