GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

IPL તો કંઇ નથી, તેનાથી 9 ગણા મોંધાં છે આ ટૂર્નામેન્ટર્સના ટેલિકાસ્ટ રાઇટ્સ

સ્ટાર ઇન્ડિયાએ IPLના 5 વર્ષના ટેલિકાસ્ટના અધિકારને 16347.5 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે અને આ ક્રિકેટના ઇતિહાસમાં ટેલિકાસ્ટની સૌથી મોટી ડિલ છે. પરંતુ ગ્લોબલ લેવલે ઘણી ગેમના ટેલિકાસ્ટની સામે આ કંઇ નથી.અમેરિકામાં થતી નેશનલ ફૂટબૉલ લીગ (NFL)ને ટેલિકાસ્ટ તરીકે મળતી રકમ IPL ની સરખામણીએ 9 ગણી વધારે છે.

જો ગ્લોબલ લેવલ પરની ગેમના ટેલિકાસ્ટના અધિકારમાં સૌથી મોટા કરારની વાત કરીએ તો NFLનો નંબર પહેલા આવે છે. યૂ.એસ. નેટવર્ક્સ સી.બી.એસ.,ફોક્સ, એન.બી.સી અને ઇ.એસ.પી.એન ચેનલને તે માટે 9 વર્ષ (2014-2022) સુધીનો કરાર 39.6 બિલિયન ડૉલર (લગભગ 253440 કરોડ રૂપિયા)માં કર્યો હતો. ત્યારપછી આ મામલામાં નેશનલ બાસ્કેટબૉલ લીગ (એન.બી.એ)નો નંબર આવે છે. ફૂટબૉલની પ્રીમિયર લીગ, મેજર લીગ બેસબૉલનો નંબર આવે છે. ફૂટબૉલની અન્ય લીગ જેવી કે બુંડિસલીગા, સીરી-એ અને લા-લીગાના ટેલિકાસ્ટ અધિકારની વાર્ષિક રકમ IPL કરતા વધારે છે. IPLની 5 વર્ષના કરારમાં ભારત, ભારતની બહાર અને ઑનલાઇન અને અન્ય ટેલિકાસ્ટ શામેલ છે.

IPLની ગત વર્ષની ટેલિકાસ્ટ અધિકારોની સરખામણીએ 258% વધારે છે. દુનિયામાં ક્રિકેટના મોટો મોટા કરારોની સરખામણીએ સ્ટારે બધાને પાછળ છોડી દીધા છે. ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા અને ભારતના ક્રિકેટ બોર્ડે પોતાની ટીમોના વાર્ષિક મેચો માટે જે ટેલિકાસ્ટ કરાર કર્યા છે, તેની કુલ રકમથી વધારે રકમ સ્ટાર IPL માટે BCCIને આપશે.

રમતવાર્ષિક અવરેજ

(કરોડો રૂપિયામાં)

પ્રસારણકર્તાસમયમર્યાદા
એન.એફ.એલ28800સી.બી.એસ, ફોક્સ, એન.બી.સી અને ઇ.એસ.પી.એન9 વર્ષ
એન.બી.એ1664ઇ.એસ.પી.એન અને ટી.એન.ટી9 વર્ષ
પ્રીમિયર લીગ14889સ્કાઇ અને બીટી3 વર્ષ
એમ.એલ.બી10753યૂ.એસ નેટવર્ક ફૉક્સ,ટી.બી.એસ અને ઇ.એસ.પી.એન9 વર્ષ
બુંડિસલીગા 8829સ્કાઇ જર્મની અને યૂરો સ્પોર્ટ4 વર્ષ
સીરી-એ7183સ્કાઇ ઇટાલિયા અને મીડિયા પ્રો3 વર્ષ
લા-લીગા6727મૂવીસ્ટાર અને મીડિયા પ્રો3 વર્ષ
IPL3270સ્ટાર ઇન્ડિયા5 વર્ષ

 

Related posts

રફેલ નડાલને પણ કોરોનાનો ભય, યુએસ ઓપનમાંથી નામ પરત ખેંચી લીઘું

Mansi Patel

આ છે WWE ના સૌથી ખતરનાક પહેલવાન, જેણે રિંગ પર મચાવ્યો હતો આતંક

Ankita Trada

કોરાના ઈફેક્ટ: વર્લ્ડ ટીમ સ્કવોશમાંથી ભારતીય વિમેન્સ ટીમ ખસી ગઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!