GSTV
Gujarat Government Advertisement

આવતા મહીનાથી દેશમાં કમ્પ્યુટર અને લેપટોપની અછત સર્જાશે, થયો મોટો ખુલાસો

Last Updated on February 25, 2020 by Mansi Patel

દેશનાં સૌથી મોટા કોમ્પ્યુટર માર્કેટ (નહેરુ માર્કેટ)માં કોમ્પ્યુટરનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે.ચીનમાં કોરોના વાયરસને કારણે ચીનથી ભારતમાં થતી આયાત બંધ થઇ ગઇ છે. આયાત ન થવાને કારણે હાજર સ્ટોક ખતમ થવાને કારણે આ સપ્તાહ સુધીમાં માર્કેટમાં કોમ્પ્યુટરનો બધો જ સામાન પુરો થઈ જશે. તેનાંથી દેશમાં આવતા મહિનાથી કોમ્પ્યુટર અને લેપટોપના સામાનની અછત સર્જાશે.

ઓલ દિલ્હી કપ્યુટર ટ્રેડર્સ એસોસિએશનના અધ્યક્ષ મહિંદર અગ્રવાલના જણાવ્યા અનુસાર ભારત કમ્પ્યુટર સંબંધિત મોટા ભાગનો સામાન ચીનથી આયાત કરે છે. દેશભરમાંથી વેપારીઓ દરરોજ અહીંથી હાર્ડ ડ્રાઇવ, રેમ, મધર બોર્ડ, સ્ક્રીન ગાર્ડ, કીબોર્ડ વગેરે ખરીદવા આવે છે. બજારમાં જે સ્ટોક બાકી હતો, તે આ અઠવાડિયા સુધીમાં સમાપ્ત થઈ જશે. ચીનમાંથી માલની આયાત સંપૂર્ણ રીતે બંધ છે અને તે કેટલો સમય બંધ રહેશે તેની કોઈ માહિતી નથી. જ્યારે આવતા મહિને આખો સ્ટોક પુરો થાય ત્યારે અમે વેપારીઓને માલ વેચવા સમર્થ નહીં હોઈએ. તેનાથી દેશભરમાં કમ્પ્યુટરની તંગી સર્જાશે.

કિંમતો વધી અને વેચાણ પર પડી રહી છે અસર

નહેરુ પ્લેસના દુકાનદાર જણાવે છેકે, તેઓ અહીંના મોટા ડીલરો પાસેથી સામાન ખરીદીને ગ્રાહકોને વેચે છે. મોટા વેપારીઓ પાસે હવે માલ નથી. ડિસ્ટ્રિબ્યુટર્સએ તેમના ભાવોમાં જે આવી રહ્યું છે તેના 50 ટકા સુધી વધારો કર્યો છે. લોકોએ બમણા ભાવો કરતાં ખરીદી ઘટી છે. આને કારણે એક મહિનાથી દુકાનદારી અડધી રહી નથી. ફક્ત રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે, આ આખા બજારની હાલત છે. દુકાનમાં માલ ખરીદવા આવેલા નવેન્દ્ર ચૌધરી કહે છે કે બે મહિના પહેલા જ્યારે તે તેના લેપટોપ માટે મધરબોર્ડ લેવા આવ્યો ત્યારે તેને 6000 રૂપિયામાં મળ્યુ હતુ, પરંતુ આ વખતે તેની કિંમત વધીને આઠ હજાર થઈ ગઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!