VIDEO: ફરી યુદ્ધમાં કૂદશે ઈઝરાયલ? જાહેર કાર્યક્રમ રદ કરીને નેતન્યાહૂની ગુપ્ત બેઠક
સોર્સ : gstv
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર નવો ટકરાવ શરૂ થયો છે, ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે નેતન્યાહૂ દ્વારા તાજેતરમાં એક મહત્ત્વની જાહેર સેરેમની અચાનક રદ કરવા પાછળ અને સીક્રેટ મીટિંગ કરવા પાછળનો અસલી મતલબ શું છે? શું ઈઝરાયલ હવે વધુ મોટા પાયે આ યુદ્ધમાં કૂદવાનું છે? તાજેતરમાં જ નેતન્યાહૂએ પબ્લિક સેરેમની કેન્સલ કરીને સુરક્ષા અધિકારીઓ સાથે બંધ બારણે લાંબી બેઠક યોજી હતી. ઈઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, આ હાઈ-લેવલ મીટિંગમાં ઈરાન સાથે વધતો તણાવ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકા-ઈરાન વચ્ચેનો ટકરાવ અને લેબેનોનની વર્તમાન સ્થિતિ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન NATO સમિટ વખતે યોજાનારી અમેરિકન ડિફેન્સ સેક્રેટરી પેટે હેગસેથની ઈઝરાયલ મુલાકાત પણ રદ થઈ ગઈ હતી.

