Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Why did only the Republican Party MP in America speak out against Trump, asking for immediate closure of the H-1B visa program?

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના સાંસદ જ કેમ બોલ્યા ટ્રમ્પથી વિપરિત, H-1B વિઝા કાર્યક્રમ તત્કાળ બંધ કરવા કહ્યું

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના સાંસદ જ કેમ બોલ્યા ટ્રમ્પથી વિપરિત, H-1B વિઝા કાર્યક્રમ તત્કાળ બંધ કરવા કહ્યું
સોર્સ : GSTV

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા કાર્યક્રમનો બચાવ કર્યા પછી રીપબ્લિકન સાંસદ મેજોરી ટેઇલર ગ્રીને જણાવ્યું હતું કે હું એચ-1બી કાર્યક્રમને તબક્કાવાર પરંતુ વહેલામાં વહેલી તકે દૂર કરવા માટેનું વિધેયક રજૂ કરવાની છું. કારણ કે અમેરિકન કર્મચારીઓને વ્યાપક પ્રમાણમાં દૂર કરી વિદેશોમાંથી આવી વસેલાઓ તેમનાં સ્થાને ગોઠવાઈ જાય છે.

App Store

ઉલ્લેખનીય છે કે એચ-1બી વિઝા ધારકોમાં સૌથી વધુ ભારતીયો જ છે. આ સંબંધે મેજોરી ગ્રીને કહ્યું હતું કે એચ-1બી વિઝાનો ઉપયોગ ગ્રીન કાર્ડના માર્ગે અમેરિકાનું નાગરિકત્વ લેવામાં થાય છે. અમેરિકનો તો દુનિયામાં સૌથી વધુ બુદ્ધિશાળી લોકો છે. મને અમેરિકનોમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. હું માત્ર અમેરિકનોની જ સેવા કરવા માગું છું. હું હંમેશાં અમેરિકનોને જ સૌથી પહેલા મુકું છું. તેઓએ વધુમાં કહ્યું કે આ વિધેયક ટેકનોલોજી હેલ્થ કેર એન્જિનિયરીંગ અને મેન્યુફેકચરિંગ જેવાં ક્ષેત્રોમાં અમેરિકિન્સને પ્રાથમિકતા આપવાં માટે રજૂ કરાયું છે. મારૂં આ વિધેયક ભ્રષ્ટ તેવા એચ-1બી કાર્યક્રમનો અંત લાવવા માગે છે અને તેમાં અમેરિકનોને જ ફરીથી ટેકનોલોજી હેલ્થ કેર એન્જિનિયરિંગ મેન્યુફેકચરિંગ તથા દરેક ઉદ્યોગો જે આ દેશને ગતિશીલ રાખે છે. તેમાં સૌથી પહેલા મુકવા માટેના હેતુથી રજૂ કરાયું છે. જો આપણે આપણી આગામી પેઢીનું અમેરિકાનું સ્વપ્ન સંપન્ન કરવા માગતાં હોઈએ તો આપણે તેમને દૂર થતા અટકાવવા જોઇએ અને તેઓમાં રોકાણ કરવું જોઇએ.

આપણી પાસે વધુ મેઘાવી નાગરિકો નથી- ટ્રમ્પ

આમ છતાં ગ્રીને દર વર્ષે 10,000 વિઝા (એચ-૧બી વિઝા) ડોક્ટરો અને નર્સો માટે આપવાનો અપવાદ પણ રજૂ કર્યો હતો, સાથે તેમ પણ કહ્યું હતું કે તે કટકે કટકે 10 વર્ષમાં દૂર કરવા જોઇએ.

આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે તો તેમ કહ્યું હતું કે અમેરિકનો પાસે ટેકનોલોજી અને સંરક્ષણ માટે પૂરતા મેઘાવી નાગરિકો નથી. ફોક્સ ન્યૂઝને આપેલી એક મુલાકાતમાં આ પ્રમાણે કહેવા સાથે એક પ્રશ્નના ઉત્તરમાં, કહ્યું હતું કે હું તે સ્વીકારૂં છું કે એચ-1બી વિઝાને લીધે અમેરિકનોનાં વેતનમાં પણ ઘટાડો થઇ શકે. પરંતુ તમારે બહારથી (બીજા દેશોમાંથી) મેઘા તો આકર્ષવી જ જોઇએ. ત્યારે એન્કરે કહ્યું કે આપણી પાસે ઘણા મેઘાવી નાગરિકો છે. ત્યારે તરત જ પ્રમુખે કહ્યું : ના તેમ નથી જ. તમારી પાસે પૂરતી મેઘા નથી. હું તમને મિસાઇલ્સ બનાવતી ફેકટરીઓમાં લઇ જઇ દેખાડી શકું તેમ છું. (તેથી ત્યાં એચ-1બી વિઝા ધારકો છે).

ટૂંકમાં જો ચીનનું વિધેયક પસાર થઇ જશે તો વસાહતીઓ દૂર કરવાનાં કાર્યક્રમને પણ વેગ મળશે. તેમાં ભારતીયોને સૌથી વધુ નુકશાન થવા સંભવ છે.