Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : What is 'White House Correspondents' Dinner'? Why so special in America

VIDEO/ શું છે 'વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર'? જાણો કેમ અમેરિકામાં આ ઇવેન્ટને માનવામાં આવે છે આટલી ખાસ

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વોશિંગ્ટન: અમેરિકાના વોશિંગ્ટન સ્થિત હિલ્ટન હોટલમાં આયોજિત 'વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર'માં થયેલા ગોળીબારે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ કાર્યક્રમમાં હાજર હતા ત્યારે જ થયેલા હુમલાએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. પરંતુ, શું તમે જાણો છો કે આ ડિનર શું છે અને અમેરિકામાં તેનું આટલું મહત્વ કેમ છે?

૧૦૦ વર્ષ જૂની પરંપરા

વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનરની શરૂઆત વર્ષ ૧૯૨૧માં થઈ હતી. આ એક એવો કાર્યક્રમ છે જ્યાં રાજકારણ, મીડિયા અને ગ્લેમરનો અદભૂત સંગમ જોવા મળે છે. વર્ષ ૧૯૨૪માં તત્કાલીન રાષ્ટ્રપતિ કેલ્વિન કૂલીજ આમાં સામેલ થયા હતા, ત્યારથી લગભગ દરેક અમેરિકન રાષ્ટ્રપતિ આ પરંપરાનો ભાગ બનતા આવ્યા છે.

મીડિયા અને સરકાર વચ્ચેનો સેતુ

આ ડિનર માત્ર જમવાનો કાર્યક્રમ નથી, પરંતુ અમેરિકામાં મીડિયા અને સરકાર વચ્ચેના સંબંધોનું પ્રતીક છે. તેનું આયોજન 'વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ એસોસિએશન' દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમની ખાસિયત એ છે કે અહીં ગંભીર રાજકારણીઓ અને પત્રકારો એકબીજા પર હળવા અંદાજમાં જોક્સ કરે છે અને માહોલ એકદમ હળવો હોય છે.

શા માટે આ ડિનર આટલું મહત્વનું છે?

  • આર્થિક સ્ત્રોત: એસોસિએશન માટે આ ડિનર કમાણીનો સૌથી મોટો સ્ત્રોત છે. આ ભંડોળનો ઉપયોગ પત્રકારોને મદદ કરવા અને પ્રેસની આઝાદીના કાર્યક્રમો ચલાવવા માટે થાય છે.

  • સ્કોલરશિપ અને એવોર્ડ: આ ઇવેન્ટ દ્વારા ઉભરતા પત્રકારોને સ્કોલરશિપ આપવામાં આવે છે અને શ્રેષ્ઠ કામગીરી કરનારને પત્રકારત્વના એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે.

  • ખાસ મહેમાનો: આમાં માત્ર પત્રકારો જ નહીં, પણ હોલીવુડના કલાકારો અને મોટી હસ્તીઓ પણ હાજરી આપે છે. તેની ટિકિટ સામાન્ય લોકોને વેચવામાં આવતી  નથી, પરંતુ માત્ર ન્યૂઝ ઓર્ગેનાઈઝેશનને જ આપવામાં આવે છે.

ટ્રમ્પ અને મીડિયાના સંબંધો

ડોનાલ્ડ ટ્રમ્પ અને મીડિયા વચ્ચે હંમેશા ખેંચતાણ રહી છે. ટ્રમ્પ ઘણીવાર મીડિયાને "ફેક ન્યૂઝ" કહીને સંબોધતા રહ્યા છે અને અગાઉ અનેકવાર આ ડિનરનો બહિષ્કાર પણ કર્યો હતો. જોકે, આ વખતે તેઓ પહેલીવાર આ ડિનરમાં પહોંચ્યા હતા અને પોતાના ભાષણ દ્વારા હળવી વાતો કરવાના હતા, પરંતુ તે પહેલા જ ગોળીબારની ઘટના બની ગઈ.

App Store