Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : WANTED poster in bank robbery case, parents hand over photo of their children to police

3 બદમાશ/ બેંક લુંટ કેસમાં WANTEDના પોસ્ટરમાં પોતાના બાળકોનો ફોટો, માતા પિતાએ ઢીબેડીને પોલીસને સોંપ્યા

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2024
લાઇવ ટીવીGoogle News
3 બદમાશ/ બેંક લુંટ કેસમાં WANTEDના પોસ્ટરમાં પોતાના બાળકોનો ફોટો, માતા પિતાએ ઢીબેડીને પોલીસને સોંપ્યા

સામાન્ય રીતે ટીનેજ બાળકો આખો દિવસ ટીવી, મોબાઈલ કે રમત ગમતમાં વ્યસ્ત રહેતા હોય છે. પરંતુ ઘણી વખત એક જ ઉંમરના બાળકોમાં કંઈક અલગ જ માનસિકતા વિકસીત થતી હોય છે. સોશિયલ મીડિયા, ટીવી કે મોબાઈલના માધ્યમથી કંઈક એવું જોવે છે કે પછી છોકરાઓ એનો અમલ કરવા પોતાનું મગજ દોડાવતા હોય છે. હાલમાં અમેરિકામાં હ્યુસ્ટન-ટેક્સાસના 3 બાળકો સાથે સંબંધિત એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. 

App Store

અમેરિકાના હ્યુસ્ટનના 11, 12 અને 16 વર્ષની ઉંમરના બાળકો પર બેંક લૂંટવાનો આરોપ લાગ્યો છે. પોલીસે દાવો કર્યો છે કે આ ત્રણેય છોકરાઓ 14 માર્ચે ઉત્તર હ્યુસ્ટનના ગ્રીન્સપોઇન્ટ વિસ્તારમાં આવેલી વેલ્સ ફાર્ગો બેંકમાં ઘૂસ્યા હતા, અહીં ટેલરને ધમકીભરી નોંટ આપી હતી અને અજ્ઞાત રકમ સાથે ચાલતા ભાગી જવામાં સફળ પણ રહ્યા. જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો બેંક લૂંટારુઓ બાળકો હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી ઉઠ્યા હતા.

જુવેનાઇલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિવૃત્ત જજ માઇક સ્નેઇડરે જણાવ્યું હતું કે, "બે બાળકોની ઉંમર બેંક લૂંટને અંજામ આપવા માટે અસામાન્ય છે, આવું મેં પહેલી વખત જોયું છે. હું વિચારી રહ્યો હતો કે જરૂર આ ઘટના કોઈ એડલ્ટ સાથે લેવા દેવા હશે. 

પોલીસે હજુ સુધી આ લૂંટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાહેર કરી નથી. પરંતુ હાલમાં ત્રણ નાના બદમાશો પર ધાકધમકી આપી લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો છે, જે સેકન્ડ ડિગ્રીનો ગુનો છે. ક્રિમિનલ ડિફેન્સ એટર્ની અનુસાર, જો આ બાળકો દોષિત સાબિત થાય છે, તો તેઓ 18 વર્ષની વય સુધી પ્રોબેશન અથવા 19 વર્ષની વય સુધી કિશોર જેલનો સામનો કરી શકે છે.

હેરિસ કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા મુજબ, 11, 12 અને 16 વર્ષની વયના ત્રણ કિશોર બેંક લૂંટારાઓએ લૂંટ દરમિયાન બંદૂકો બતાવી નહોતી. પરંતુ તેઓએ ટેલરને જે ચિઠ્ઠી આપી હતી તેનાથી એવું લાગી રહ્યું છે કે તેમની પાસે હથિયારો હતા.