મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Venezuela news: રાજધાની કારકાસમાં રાષ્ટ્રપતિ મહેલ નજીક હિંસક અથડામણ, હવામાં જોવા મળ્યા ડ્રોન

સોમવારે રાત્રે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં રાષ્ટ્રપતિ મહેલ નજીક ભારે ગોળીબાર અને વિસ્

Venezuela news: રાજધાની કારકાસમાં રાષ્ટ્રપતિ મહેલ નજીક  હિંસક અથડામણ,  હવામાં જોવા મળ્યા ડ્રોન

સોમવારે રાત્રે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં રાષ્ટ્રપતિ મહેલ નજીક ભારે ગોળીબાર અને વિસ્ફોટોનો અવાજ સંભળાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે  રાષ્ટ્રપતિ મહેલ (મીરાફ્લોરેસ પેલેસ) ઉપર ઉડતા અજાણ્યા ડ્રોન પર સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો. સ્થાનિક સમય મુજબ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ આ તણાવપૂર્ણ ઘટના બની, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો હતો..

અજાણ્યા ડ્રોન પર સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો

કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાના અહેવાલો પણ મળ્યા હતા. સુરક્ષા દળોએ પ્રતિક્રિયા આપ્યા બાદ પરિસ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે.ગયા સપ્તાહના અંતે યુએસ દળો દ્વારા કરવામાં આવેલા દરોડામાં નિકોલસ માદુરોની ધરપકડ બાદ ડેલ્સી રોડ્રિગ્ઝે વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના થોડા દિવસો પછી જ આ ઘટના બની છે.

રાજધાનીમાં તણાવ 

અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, જોકે દેશની રાજધાનીમાં તણાવ યથાવત છે. સોમવારે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે દેશના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના થોડા કલાકો પછી જ આ અહેવાલો આવ્યા છે. પદભ્રષ્ટ નેતા નિકોલસ માદુરોને સપ્તાહના અંતે યુએસ ઓપરેશનમાં પકડવામાં આવ્યા હતા અને ડ્રગ સંબંધિત આરોપોમાં ન્યૂ યોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો