VIDEO/ બગોદરા ટોલનાકા પાસે ગંભીર અકસ્માત, મીઠાપુરના યુવકે ગુમાવ્યો જીવ
સોર્સ : GSTV
અમદાવાદ-બગોદરા હાઈવે પર ટોલનાકા નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહને બાઈક સવારને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ બાઈકચાલકનું મોત થયું હતું. મૃતક મીઠાપુર ગામના વિક્રમભાઈ બચુભાઈ ગોહેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અકસ્માત બાદ ફરાર થયેલા વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બગોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી વાહનચાલક સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

