VIDEO: સ્વીડનના ગોથેનબર્ગમાં PM મોદીએ સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી
સોર્સ : gstv
સ્વીડનના ગોથેનબર્ગમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિ સ્તરની ચર્ચાઓ પણ યોજાઈ જેમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકાયો હતો. આ બેઠક દરમિયાન બંને દેશના નેતાઓ વચ્ચે વેપાર, સંરક્ષણ, એઆઈ, ગ્રીન ઉર્જા, અંતરિક્ષ સહિત મહત્વના મુદ્દા પર થઈ ચર્ચા.. બંને દેશોએ ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્રે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ ભારતની વિકાસ યાત્રા અને રોકાણના અવસરો વિશે પણ માહિતી આપી હતી. સ્વીડનના વડાપ્રધાને ભારત સાથેના સંબંધોને વ્યૂહાત્મક સ્તરે આગળ વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

