Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO: New videos of Jeffrey's extravagance surface in Epstein files, if a woman runs after him...

VIDEO: એપસ્ટિન ફાઈલ્સમાં જેફ્રીની અય્યાશીના નવા વીડિયો આવ્યા સામે, ક્યાંક મહિલા પાછળ દોડે છે તો...

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: એપસ્ટિન ફાઈલ્સમાં જેફ્રીની અય્યાશીના નવા વીડિયો આવ્યા સામે, ક્યાંક મહિલા પાછળ દોડે છે તો...
સોર્સ : GSTV

અમેરિકાના ન્યાયતંત્ર દ્વારા જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલી નવી ફાઈલ્સ જાહેર કરવામાં આવી છે. આ દસ્તાવેજો 'એપસ્ટિન ફાઈલ્સ'ના નામથી પણ ઓળખાય છે. તેમા એવા લોકો સાથેના સંબંધો બહાર આવી રહ્યા છે જેની ક્યારેય કલ્પના કરવામાં આવી ન હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત, તેના સંબંધિત દસ્તાવેજોમાં ઘણાં વિશ્વ નેતાઓ અને અન્ય હસ્તીઓના નામ શામેલ છે. આમાંથી ઘણાં નામ ભારતના પણ છે. એપ્સ્ટેઇનની ડાયરી, તેમના પત્રો, ઇમેઇલ્સ અને અન્ય દસ્તાવેજો સહિત લગભગ 30 લાખ દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન, એપ્સ્ટેઇનના કેટલાક નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે જેમાં તે મહિલાઓ સાથે મસ્તી કરતા જોવા મળે છે.

App Store

સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં જેફ્રી એપસ્ટિન એક મહિલાની પાછળ દોડી રહ્યો છે. જ્યારે અન્ય એક વીડિયોમાં જેફ્રી એપસ્ટિન મહિલા સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. જોકે, GSTV આ વીડિયોની સત્યતાનો દાવો કરતું નથી.

જેફ્રી એપસ્ટીન કોણ હતો?

જેફ્રી એપસ્ટીન અમેરિકાનો એક ધનવાન અને હાઇ-પ્રોફાઇલ સોશલાઇટ હતો, જે કાળા કારનામા માટે કુખ્યાત છે. તેની પાસે ન્યૂયોર્કથી ફ્લોરિડા સુધીની કરોડોની સંપત્તિઓ, પ્રાઇવેટ જેટ અને આલિશ રિસોર્ટ્સ હતા.

1990 અને 2000ના દાયકામાં તેના સંબંધો બિલ ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રિન્સ એન્ડ્રુ અને બિલ ગેટ્સ જેવી રાજકીય અને મનોરંજન જગતની મોટી હસ્તીઓ સાથે હતા. 2002માં ડોનાલ્ડ ટ્રમ્પે તેને ખૂબ સારો માણસ ગણાવ્યો હતો. જો કે, 2007માં તે સગીરાઓના જાતીય શોષણના મોટા કાંડમાં ફસાયો. વિવાદાસ્પદ 'પ્લી ડીલ'ને કારણે તેને માત્ર 13 મહિના જેલમાં રહેવું પડ્યું અને તેનું નામ યૌન અપરાધી તરીકે નોંધાયું. 2019માં સગીરોની જાતીય ટ્રાફિકિંગના આરોપોમાં તેની ફરી ધરપકડ થઈ, પરંતુ કેસ શરૂ થાય તે પહેલાં જ તેણે જેલમાં કથિત રીતે આપઘાત કરી લીધો હતો.