Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO: Find out what appeal Sahil Majothi, a young man from Morbi who surrendered in Ukraine, made

VIDEO: યુક્રેનમાં સરેન્ડર કરનારા મોરબીના યુવાન સાહિલ માજોઠીએ જાણો શું કરી અપીલ

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

યુક્રેનમાં સરેન્ડર કરનારા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો નવો વીડિયો સામે આવ્યો છે..જેમાં તે રશિયામાં ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે આવનારા લોકોને ત્યાં થતા ફ્રોડથી બચવાની અપીલ કરતો જોવા મળે છે.

App Store

ડ્રગસ કેસમાં રશિયામાં થઈ હતી ધરપકડ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાન સાહિલ મજોઠી વર્ષ ૨૦૨૪માં રશિયામાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ અભ્યાસ માટે ગયો હતો. રશિયામાં પાર્ટ-ટાઇમ કુરિયર જોબ કરતી વખતે ડ્રગ્સ સંબંધિત કેસમાં ધરપકડ થઈ હોવાનું મનાય છે.

જેલની સજા ટાળવા યુવાન જોડાયો રશિયન આર્મીમાં

જોકે પરિવાર દાવો કરે છે કે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે..બાદમાં સાહિલ  જેલની સજા ટાળવા માટે રશિયન આર્મીમાં જોડાયો. જોકે ઓક્ટોબર ૨૦૨૫માં યુક્રેનની સેનાએ તેને પકડ્યો હતો. યુક્રેનીયન આર્મીએ વીડિયો રિલીઝ કર્યો જેમાં તે પોતાની આપવીતિ જણાવીને સ્કેમર્સથી બચવા માટે અપીલ કરતો જોવા મળ્યો., તો બીજી તરફ PM મોદીને પણ અપીલ કરી હતી.

‘રશિયન આર્મીમાં ન જોડાતા’

સાહિલે વીડિયોના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે વતન પરત લાવવા મદદ માગી છે. સાથે જ તેણે ભારતીય યુવાનોને ચેતવણી આપતા કહ્યું છે કે, 'કોઈપણ ભારતીય રશિયન સેનાના પ્રલોભન કે દબાણમાં આવીને આર્મી જોઈન ન કરે. રશિયામાં ભારતીયોને ખોટા કેસોમાં ફસાવીને જબરદસ્તી યુદ્ધમાં ધકેલવામાં આવી રહ્યા છે.'

પરિવારની કાનૂની લડાઈ અને સરકારની ખાતરી

સાહિલનો વીડિયો મળ્યા બાદ મોરબીમાં રહેતા તેના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેની માતાએ પુત્રની સુરક્ષિત વાપસી માટે દિલ્હીની અદાલતમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી ફેબ્રુઆરી 2026 માં નિર્ધારિત કરવામાં આવી છે. બીજી તરફ, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું છે કે ભારત સરકાર રશિયામાં ફસાયેલા તમામ ભારતીયોની મુક્તિ માટે સતત પ્રયત્નશીલ છે