VIDEO/ ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક વલણ: ઈરાનની શરતોને ગણાવી 'અસ્વીકાર્ય', શાંતિ મંત્રણાને મોટો ઝટકો
સોર્સ : GSTV
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને ઘટાડવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. ઈરાને અમેરિકાના ૧૪ મુદ્દાના પ્રસ્તાવને ફગાવીને વળતો જવાબ આપ્યો છે, જેમાં તમામ મોરચે યુદ્ધવિરામ, લેબનોનમાં શાંતિ, આર્થિક પ્રતિબંધો નાબૂદ કરવા અને યુદ્ધના નુકસાનના વળતરની માંગ કરી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની આ શરતોને અસ્વીકાર્ય ગણાવીને ફગાવી દીધી છે.. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પ્રતિભાવને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે મને આ બિલકુલ ગમ્યું નથી તે અસ્વીકાર્ય છે.. બંને દેશો કોઈ નિષ્કર્ષ પર ન પહોંચતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ૩ ડોલરનો ઉછાળો આવ્યો છે. સીઝફાયર હોવા છતાં બંને દેશો વચ્ચે યુરેનિયમ સંવર્ધન અને પરમાણુ મુદ્દે ખેંચતાણ યથાવત છે.

