Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO: 3-meter tsunami waves after earthquake: Fukushima nuclear plant evacuated,

VIDEO: Earthquake બાદ 3 મીટરના સુનામી મોજાં, ફુકુશિમા પરમાણુ પ્લાન્ટ ખાલી કરાવાયો, 2011ના વિનાશની યાદો તાજી

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : twitter

Russia Earthquack News : રશિયામાં 8.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદથી અનેક દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે ત્યારે જાપાનમાં 16 જગ્યાએ સુનામીની જાણે એન્ટ્રી થઇ ગઈ હોય તેવા અહેવાલ છે. 

App Store

જાપાનમાં સુનામીની કેવી સ્થિતિ? 

જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયા બાદથી લોકો ધાબે ચઢી ગયા હતા. લોકોને ઈમારત પર ઊભેલા વીડિયો જોઈ શકાય છે. પેસિફિક વોર્નિંગ સેન્ટર કહે છે કે હવાઈ, ચિલી અને જાપાન તથા સોલોમન ટાપુ પર સુનામીની સ્થિતિ સર્જાઈ છે. જાપાનમાં 16 જગ્યાએ સુનામીએ દસ્તક આપી છે. આ દરમિયાન સમુદ્રમાં 40 સે.મી. ઊંચા મોજા જોવા મળ્યા હતા. ઈશિનોમાકી પોર્ટ પર સમુદ્રમાં પચાસ સે.મી. ઊંચા મોજા જોવા મળ્યા હતા. જાપાના હોક્કાઈદોમાં પણ સુનામીની લહેરો જોવા મળી હતી. 

9 લાખ લોકો માટે એલર્ટ

જાપાનના ઇશિનોમાકી પોર્ટ પર 50 સેમી (1.6 ફૂટ) ઊંચાઈની સુનામી નોંધાઈ હતી, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સુનામી છે. જાપાન સરકારે દરિયાકાંઠાના શહેરોમાંથી 9 લાખ લોકોને સ્થળાંતર કરવાની નોટિસ જારી કરી છે. સુનામીની ચેતવણીને કારણે હવાઈના હોનોલુલુમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. ચેતવણીના સાયરન વાગવા લાગ્યા છે અને લોકો ઊંચા સ્થળોએ જઈ રહ્યા છે. હવાઈમાં શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી

જાપાનના દરિયાકાંઠે ચાર વ્હેલ કિનારે તણાઈ ગઈ હતી, જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ પર પણ અસર પડી છે. સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, કેટલીક જગ્યાએ સુનામીના મોજા 4 મીટર ઊંચા હતા, જેના કારણે બંદરો અને દરિયાકાંઠાની ઇમારતોને નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, રશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઇમારતો ડૂબેલી જોવા મળી હતી.

વિસ્તારોમાં ઘરો ખાલી કરાવવામાં આવ્યા

રશિયા અને જાપાન બંનેના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા. કામચટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે એક વીડિયો સંદેશમાં કહ્યું, "આજનો ભૂકંપ દાયકાઓમાં સૌથી શક્તિશાળી હતો." રશિયાના કટોકટી વિભાગે કામચટકાની દક્ષિણમાં સ્થિત સેવેરો-કુરિલ્સ્ક જેવા શહેરોમાં લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો.

અમેરિકામાં પણ ચેતવણી જાહેર

યુએસની ભૂકંપ એજન્સી દ્વારા એલર્ટ જાહેર કરાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સુનામીની ચેતવણી જાહેર કરી હતી. તેમણે ટ્રુથ પર પોસ્ટમાં જણાવ્યું કે કેલિફોર્નિયા અને તટીય વિસ્તારોમાં સુનામી આવી શકે છે એટલે લોકો સાવચેત રહે. ઉલ્લેખનીય છે કે રશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ અનેક ઈમારતોને નુકસાન થયાની તસવીરો સામે આવી છે. દરિયામાં પણ સુનામીની એક્ટિવિટી જોવા મળી રહી છે.  

કયા દેશો અને પ્રદેશો જોખમમાં છે?

યુએસ સુનામી ચેતવણી કેન્દ્ર અનુસાર, આ શક્તિશાળી ભૂકંપ પછી, રશિયા અને હવાઈના ઉત્તરપશ્ચિમ ટાપુઓ પર 3 મીટરથી વધુ ઊંચા સુનામી મોજા ઉછળવાની ધારણા છે. આ ઉપરાંત, જાપાન, ગુઆમ, હવાઈ, ચિલી અને સોલોમન ટાપુઓના દરિયાકાંઠે 1 થી 3 મીટર ઊંચા મોજા આવી શકે છે. ફિલિપાઇન્સ, પલાઉ, માર્શલ ટાપુઓ, ચુક, કોસરે, અમેરિકા સમોઆ, ફીજી, ઇન્ડોનેશિયા, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, તાઇવાન, ટોંગા, વનુઆતુ અને સમોઆ સહિત 50 થી વધુ વિસ્તારોમાં 0.3 થી 1 મીટર ઊંચા મોજા પહોંચવાની ધારણા છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા, ચીન, ઉત્તર અને દક્ષિણ કોરિયા, બ્રુનેઈ અને વિયેતનામ જેવા દેશોના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોજાઓની ઊંચાઈ 0.3 મીટરથી ઓછી હોવાની ધારણા છે.

2011 ની ભયાનક યાદો તાજી થઈ 

આ ભૂકંપે ફરી એકવાર 2011  માં જાપાનમાં આવેલા વિનાશની ભયાનક યાદોને તાજી કરી છે. તે વર્ષે, તોહોકુ ક્ષેત્રમાં 9.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ આવેલી વિનાશક સુનામીએ 15000 થી વધુ લોકોના જીવ લીધા હતા. લાખો લોકો બેઘર બન્યા હતા અને જાપાનને આ દુર્ઘટનામાંથી બહાર નીકળવામાં વર્ષો લાગ્યા હતા. વર્તમાન પરિસ્થિતિએ લોકોમાં આ જ પ્રકારની ચિંતા અને ભય પેદા કર્યો છે.

આ પહેલાં પણ ભૂકંપ આવ્યા છે

જુલાઈ મહિનામાં પણ કામચટકા નજીક સમુદ્રમાં અનેક ભૂકંપ નોંધાયા હતા, જેમાંથી એકની તીવ્રતા 7.4  હતી. હવે 8.8 ની તીવ્રતાનો આ ભૂકંપ માત્ર રશિયા માટે જ નહીં પરંતુ સમગ્ર પેસિફિક ક્ષેત્ર માટે ગંભીર ખતરાની ઘંટડી માનવામાં આવી રહ્યો છે. કામચટકા અગાઉ પણ ખતરનાક ભૂકંપનું કેન્દ્ર રહ્યું છે. 1952 માં, આ જ પ્રદેશમાં 9.0  ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હવાઈમાં પણ ભારે વિનાશ થયો હતો.

અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ ૧૯૬૦માં ચિલીમાં આવ્યો હતો, જેની તીવ્રતા ૯.૫ હતી અને તેમાં ૧,૬૫૫ લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ ૧૯૬૪માં અલાસ્કામાં ૯.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં સુનામી સાથે ૧૩૦ લોકો માર્યા ગયા હતા. ૨૦૦૪માં, સુમાત્રામાં ૯.૧ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ અને ત્યારબાદ આવેલી સુનામીમાં ૨.૮ લાખથી વધુ લોકો માર્યા ગયા હતા.

 

 

ટોપિક્સ:Russia Earthquack