Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US President Donald Trump said, 'I will go to China if...'

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'હું ચીન જઈશ જો...'

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'હું ચીન જઈશ જો...'
સોર્સ : Foreign Policy

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે જ કહ્યું હતું કે જો ચીનના પ્રમુખ શી-જિનપિંગ દ્વારા મને સત્તાવાર નિમંત્રણ આપવામાં આવશે તો હું કદાચ ચાઈના જઈશ. આ અંગે મંગળવારે તેઓએ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેઓ ચીનનાં પ્રમુખ સાથે શિખર-મંત્રણા તો યોજવાના જ નથી. પરંતુ બેઈજિંગ જવા માટે તો દ્વાર ખુલ્લાં જ છે, જો પ્રમુખ શી-જિંનપિંગ આમંત્રણ આપે તો.

App Store

આ પૂર્વે પણ તેઓએ કહ્યું હતું કે તેઓ થોડા સમય પછી પરંતુ બહુ ટૂંક સમયમાં શી-જિનપિંગને મળવાના છે. બેઈજિંગ અને વોશિંગ્ટન બંને સાથે સંપર્ક રાખનારાઓના કહેવા પ્રમાણે તારીખ ૩૦ ઓક્ટોબરથી ૧લી નવેમ્બર સુધી દક્ષિણ કોરિયામાં મળનારી એશિયા-પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન (એ.પી.ઈ.સી.)ની બેઠકમાં હાજરી આપવા જતાં ટ્રમ્પ કદાચ માર્ગમાં બૈજિંગ રોકાશે.

એક સંભાવના તેવી પણ માનવામાં આવે છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ બૈજિંગ દ.કોરિયા જતાં પહેલાં વધુ સમય ૧૬ કલાક જેટલો સમય રોકાય તો પ્રમુખ પુતિન કદાચ બૈજિંગ પહોંચી પણ જાય અને ત્રણે દેશના તેઓની મહત્ત્વની બેઠક યોજાઈ પણ શકે.

આ યોજના અંગે ઉક્ત ત્રણે અગ્રીમોની મીટિંગ રશિયન અધિકારીઓને પૂછતાં તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. તેમજ અમેરિકી અધિકારીઓએ પણ સીધો જવાબ આપ્યો ન હતો. તેઓનું મૌન જ ટ્રમ્પ-પુતિન-શી-ની મુલાકાતની ખાતરી બને છે.