મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: અમેરિકી સેનાએ ઈરાનના ડ્રોન બેઝ પર મિસાઈલ હુમલા કર્યા, યુએસ સેન્ટ્રલ કમાન્ડે નવો વીડિયો કર્યો જાહેર

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ આજે તેના 24મા દિવસમાં પ્રવેશી ગયું છે; જ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ આજે તેના 24મા દિવસમાં પ્રવેશી ગયું છે; જોકે, શાંતિપૂર્ણ ઉકેલના કોઈ સંકેતો દેખાતા નથી, પરંતુ સંઘર્ષ હવે વિનાશક વળાંક લઈ રહ્યો છે. ઈઝરાયલી શહેરો અરાદ અને ડિમોના પર ઈરાન દ્વારા કરવામાં આવેલા ભીષણ મિસાઈલ હુમલાઓથી વિશ્વ સ્તબ્ધ છે. આ સ્થળોની અત્યંત વ્યૂહાત્મક સંવેદનશીલતાને જોતાં, યુદ્ધ હવે પરમાણુ સ્થાપનોની સુરક્ષા માટે સીધો ખતરો છે. સંઘર્ષની સૌથી વિનાશક અસર ઊર્જા પુરવઠા પર અનુભવાઈ છે.

યુ.એસ. સૈન્યએ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર કર્યા ઘાતક હુમલા

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ એક નવો વીડિયો બહાર પાડ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે યુએસ દળો ઈરાનની વન-વે એટેક ડ્રોન ક્ષમતાઓને સતત નષ્ટ કરી રહ્યા છે. યુએસ સૈન્યનો દાવો છે કે આ ડ્રોનનો ઉપયોગ મિડલ ઈસ્ટમાં  આડેધડ હુમલા કરવા માટે કરવામાં આવી રહ્યો હતો, જેમાં નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાની ડ્રોન ક્ષમતાઓને તોડી પાડવા માટે અમેરિકાએ ઘાતક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.

હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરી દીધી

અમેરિકા અને ઈઝરાયેલના આક્રમણ સામે ઈરાને હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરી દીધી છે, જેને પગલે ક્રૂડ ઓઈલના ભાવ ૧૧૨ ડોલરને પાર થઈ ગયા છે અને દુનિયામાં ઓઈલ કટોકટી સર્જાઈ છે. આ સંકટ દૂર કરવા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ૪૮ કલાકમાં હોર્મુઝની ખાડી ખુલ્લી કરવા ચેતવણી આપી હતી. બીજીબાજુ ટ્રમ્પને જરા પણ મચક નહીં આપતા ઈરાને ડિસિલેશન પ્લાન્ટ પર હુમલાની વળતી ધમકી આપી હતી.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝની ખાડી ખોલવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ચેતવણી આપતા લખ્યું કે, તહેરાન ૪૮ કલાકમાં હોર્મુઝની ખાડી નહીં ખોલે તો અમેરિકા ઈરાનના વિવિધ પાવર પ્લાન્ટ પર ભયાનક હુમલા કરીને ભારે વિનાશ કરશે અને સૌથી મોટા પ્લાન્ટથી તેની શરૂઆત કરશે.

આ સમાચાર શેર કરો