VIDEO: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો: યુએસએ ઈરાની તેલ ટેન્કર પર હુમલો અને પેન્ટાગોનમાં લીક મામલે પોલીગ્રાફ ટેસ્ટ શરુ કરાશે
સોર્સ : gstv
યુએસ સેન્ટ્રલ કમાન્ડ તરફથી જણાવવામાં આવ્યું કે પાણીમાં પેટ્રોલિંગ કરનાર બે યુએસ યુદ્ધ જહાજ પર બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા બાદ ઈરાની તેલ વાહણ પર જવાબી હુમલો કરાયો હતો. અગાઉ ઈરાની મીડિયાએ દાવો કર્યો હતો કે ખાર્ગ ટાપુ પર એક ટેન્કરને અમેરિકી મિસાઈલોએ નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન પેન્ટાગોનના તપાસકર્તાઓએ ગુપ્ત માહિતી લીક થવાના મામલે ૫૦ સંયુક્ત સ્ટાફ સભ્યો પર પોલીગ્રાફ લાઇ ડિટેક્ટર પરીક્ષણો હાથ ધર્યા છે, જેમાં ઈરાન સાથેના સંઘર્ષને કારણે મહત્વપૂર્ણ દારૂગોળાની ઊભી થયેલી અછત અંગેની વિગતો બહાર આવી છે.

