VIDEO: અમેરિકાનો ઈરાન પર હુમલો, 260 લોકો ઘાયલ
સોર્સ : gstv
શાંતિ વાર્તાના ઓછા બચેલા અવકાશ વચ્ચે અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલામાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. હુમલામાં અંદાજે 260 લોકો ઘાયલ થયા છે. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે જાણકારી આપી છે. અમેરિકાએ વિવિધ જગ્યાએ કરેલા હુમલાના વીડિયો પણ જાહેર કર્યાં છે. જેમાં ઈરાનની મુખ્ય સાઈટ્સ પર સ્ટ્રાઈક કરવામાં આવી છે. અમેરિકાની આ સીરિયલ સ્ટ્રાઈક પછી ઈરાન પર પલટવાર કરી રહ્યું છે એટલે કે વાર-પલટવારની આ લડાઈમાં યુદ્ધની આગ ઠંડી પડવાના કોઈ એંધાણ વર્તાતા નથી.

