VIDEO: નેપાળમાં અવિરત વરસાદ અને પૂરથી ત્રાહિમામ: હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને ટનલોમાં લોકો અટવાયાની આશંકા
સોર્સ : gstv
નેપાળમાં સતત વરસાદને કારણે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને લીધે ઘરો, રસ્તાઓ અને જળવિદ્યુત સુવિધાઓને ભારે નુકસાન થયું છે, જેનાથી અનેક ગામડાઓ સંપર્કવિહોણા બન્યા છે… ભોટેકોશી નદીના કિનારે આવેલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને ભૂગર્ભ પાવર સુવિધાઓમાં લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે રાહત અને બચાવ ટીમો કાટમાળ હટાવવાની કામગીરીમાં લાગેલી છે. આ ભયાનક આપત્તિએ નાજુક હિમાલયી ક્ષેત્રમાં મોટા માળખાકીય પ્રોજેક્ટ અને ડેમ-ટનલના નિર્માણ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે, જે ભારત જેવા પડોશી દેશો માટે પણ ચિંતાનો વિષય છે.

