VIDEO: વાવાઝોડા ડોલ્ફિનએ દક્ષિણ જાપાનમાં તરાજી સર્જી, હજારો ઈમારતોમાં વીજ પુરવઠો ખોરવાયો
સોર્સ : gstv
પૂર્વ એશિયામાં રેકોર્ડબ્રેક ગરમી પડ્યા બાદ વાવાઝોડું ડોલ્ફિને દક્ષિણ જાપાનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે... જાપાનના ઓકિનાવા અને કાગોશિમાના અમામી ટાપુઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે. જોરદાર પવનને કારણે અનેક લોકો, ખાસ કરીને વૃદ્ધો ઈજાગ્રસ્ત થયા છે... હજારો ઇમારતોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને અનેક ફ્લાઇટ રદ થઈ છે....તોફાન ઓકિનાવાના કુમે ટાપુથી ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમે હતું, જેમાં પવનની ઝડપ ૧૬૨ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. હવે તે ચીન તરફ આગળ વધ્યું છે, જ્યાં ઝેજિયાંગ પ્રાંતમાં હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

