Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Two British MPs detained while entering Israel, Uproar in Britain

ઇઝરાયેલમાં પ્રવેશ કરતા બે બ્રિટિશ સાંસદોની અટકાયત, એરપોર્ટ પરથી જ કર્યા ડિપોર્ટ; બ્રિટનમાં હોબાળો

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2025
લાઇવ ટીવીGoogle News
ઇઝરાયેલમાં પ્રવેશ કરતા બે બ્રિટિશ સાંસદોની અટકાયત, એરપોર્ટ પરથી જ કર્યા ડિપોર્ટ; બ્રિટનમાં હોબાળો

ઈઝરાયેલે હવે બ્રિટન સામે જ બાંયો ચઢાવી હોય તે પ્રકારની કાર્યવાહી કરતાં બ્રિટનના બે સાંસદોની એરપોર્ટ પર જ અટકાયત કરી લીધી અને તેમને ડિપોર્ટ કરી દેવાયાની માહિતી મળી રહી છે. તેમને દેશમાં ઘૂસવા ન દીધા. આ મામલે બ્રિટન તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. 

App Store

જાણો શું છે મામલો 

બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ કહ્યું કે ઈઝરાયેલ દ્વારા અમારા બે બ્રિટિશ સાંસદોની અટકાયત કરવી અને તેમને દેશમાં પ્રવેશતા રોકવા એ અસ્વીકાર્ય અને ગંભીર ચિંતાનો વિષય છે. બ્રિટનની સત્તાધારી લેબર પાર્ટીના બે સાંસદ યુઆન યાંગ અને અબ્તિસામ મોહમ્મદ લંડનથી ઈઝરાયેલ જવા રવાના થયા હતા પણ તેમણે ઈઝરાયેલી અધિકારીઓએ એરપોર્ટ પર પકડી લીધા અને પાછા ડિપોર્ટ કરી દીધા. 

ઈઝરાયેલ સામે બ્રિટન ગુસ્સે 

એક સત્તાવાર નિવેદનમાં લેમીએ કહ્યું કે ઈઝરાયેલનું કૃત્ય અસ્વીકાર્ય, પ્રતિકૂળ અને ગાઢ ચિંતાનો વિષય છે. મેં ઈઝરાયેલ સરકારમાં મારા સમકક્ષને કહી દીધું છે કે આવું વર્તન ચલાવી નહીં લેવાય. હાલ બંને સાંસદો અમારા સંપર્કમાં છે અને તેમને દરેક શક્ય મદદ કરવામાં આવી રહી છે. લેમીએ કહ્યું કે અમારી સરકાર ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ, બંધકોની મુક્તિ અને ગાઝામાં જારી હિંસાનો અંત લાવવા માટે વાતચીતને આગળ વધારવાનો છે.