મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ટ્રમ્પની અફઘાનિસ્તાનને ખુલ્લી ધમકી, 'બગરામ એરબેઝ પાછું આપો નહીંતર પરિણામ...'

Donald Trump Threat to Afghanistan : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પની અફઘાનિસ્તાનને ખુલ્લી ધમકી, 'બગરામ એરબેઝ પાછું આપો નહીંતર પરિણામ...'

Donald Trump Threat to Afghanistan : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર  અફઘાનિસ્તાનના બગરામ એરબેઝ પર અમેરિકાના કબજાની માંગ કરી છે. ટ્રમ્પ આ મુદ્દાને વારંવાર છંછેડી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે ખુલ્લેઆમ ધમકી આપી હતી કે જો અફઘાનિસ્તાન બગરામ એર બેઝ અમેરિકાને પરત નહીં કરે તો તેના ભયાનક પરિણામો ભોગવવા પડી શકે છે.

ટ્રમ્પ કેમ બગરામ એરબેઝ ઈચ્છે છે? 

ટ્રમ્પે કહ્યું, "અમે હાલમાં અફઘાનિસ્તાન સાથે વાત કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં બગરામ એર બેઝને અમારા નિયંત્રણ હેઠળ ઇચ્છીએ છીએ. જો અફઘાનિસ્તાન અમારી વાત નહીં માને તો તમને ખબર પડશે કે હું શું કરીશ." અગાઉ, ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ચીન પર નજર રાખવા માટે કાબુલ નજીક એક મુખ્ય અફઘાન એરબેઝ ફરીથી કબજે કરવાની યોજના બનાવી રહ્યું છે.

તાલિબાને આપ્યો જવાબ 

જોકે, અફઘાનિસ્તાન પર શાસન કરતા તાલિબાને આનો જવાબ આપ્યો છે. તાલિબાને સ્પષ્ટપણે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં કોઈપણ અમેરિકન સૈન્યને પાછા ફરવાની મંજૂરી આપવામાં નહીં આવે. બગરામ એર બેઝ યુએસને સોંપવાનો કોઈ સવાલ જ નથી. દરમિયાન, તાલિબાન વિદેશ મંત્રાલયના રાજકીય નિર્દેશક ઝાકિર જલાલીએ એક્સ પોસ્ટમાં લખ્યું છે કે અફઘાનિસ્તાન અને અમેરિકાએ વાતચીત કરવી જોઈએ. તેઓ પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે આર્થિક અને રાજકીય સંબંધો મજબૂત બનાવી શકે છે, પરંતુ અમેરિકાને તેના સૈનિકો અફઘાનિસ્તાનમાં પાછા તહેનાત કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. 

આ સમાચાર શેર કરો