Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump's mysterious social media post heightens suspense: War brewing in the Middle East?

ટ્રમ્પની રહસ્યમય સોશિયલ મીડિયા પોસ્ટે વધાર્યું સસ્પેન્સ: મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા?

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પની રહસ્યમય સોશિયલ મીડિયા પોસ્ટે વધાર્યું સસ્પેન્સ: મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા?
સોર્સ : gstv

Trump's Cryptic "Silence Before the Storm" Post : પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભારે તણાવ અને હોર્મુઝની સમુદ્રી સરહદે સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ જવાની આશંકાઓ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટે સમગ્ર વિશ્વમાં નવી અટકળો અને ચર્ચાઓ જગાવી છે. પ્રમુખ ટ્રમ્પે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક અત્યંત રહસ્યમય અને યુદ્ધના સંકેતો આપતી તસવીર શેર કરી છે.

App Store

"વાવાઝોડા પહેલાની શાંતિ" અને વૉરશિપ

ટ્રમ્પે શેર કરેલી AI જનરેટેડ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) તસવીરમાં અમેરિકા અને ઈરાનના યુદ્ધજહાજ (Warships) સમુદ્રમાં સામસામે નૌસૈનિક ટકરાવની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ ફોટોના કેપ્શનમાં ટ્રમ્પે લખ્યું છે કે, "આ વાવાઝોડા (તોફાન) પહેલાની શાંતિ હતી." તસવીરમાં ટ્રમ્પ પોતે આક્રમક મુદ્રામાં એક વોરશીપ પર ઉભેલા દેખાય છે, તેમની પાછળ અમેરિકન નૌસેનાના અધિકારીઓ છે, જ્યારે સામે ઈરાની ઝંડાવાળા જહાજો છે. આકાશમાં વીજળીના કડાકા અને સમુદ્રમાં પ્રચંડ મોજા ઉછળતા જોવા મળે છે.

યુદ્ધના ભણકારા? ટ્રમ્પની 'યુદ્ધજહાજ' વાળી રહસ્યમય પોસ્ટથી મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું 2 - image

સ્પેસ ફોર્સની બીજી તસવીરથી સસ્પેન્સ વધ્યું

આ યુદ્ધ જહાજ વાળી પોસ્ટ મૂક્યાના થોડા જ સમયમાં ટ્રમ્પે વધુ એક ચોંકાવનારો ફોટો શેર કર્યો હતો. આ બીજી તસવીરમાં ટ્રમ્પ કોઈ હાઈ-ટેક 'સ્પેસ વોર રૂમ' (અંતરિક્ષ યુદ્ધ નિયંત્રણ કક્ષ) જેવી જગ્યાએ ઉભા રહીને મોટી સ્ક્રીનો પર ગંભીરતાથી સ્થિતિ પર નજર રાખતા જોઈ શકાય છે. આ ફોટો સાથે તેમણે કેપ્શનમાં માત્ર 'સ્પેસ ફોર્સ' (Space Force) લખ્યું છે. પ્રમુખએ આ બંને પોસ્ટ સાથે કોઈ વધારાની સ્પષ્ટતા કરી નથી, જેને કારણે આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો તેને ઈરાન માટે ખૂબ જ ગંભીર અને સીધી સૈન્ય ચેતવણી માની રહ્યા છે.

ભૂતકાળના સંકેતોથી વધી ચિંતા

અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પ મોટી સૈન્ય કાર્યવાહીઓ અથવા કડક વ્યુહાત્મક નિર્ણયો લેતા પહેલાં "તોફાન પહેલાની શાંતિ" જેવા મુહાવરાનો ઉપયોગ કરી ચૂક્યા છે. હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન અને ઈરાની નૌસેના આમને-સામને હોવાના અહેવાલો છે, ત્યારે આ પોસ્ટ્સે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. જો કે આ મામલે વ્હાઇટ હાઉસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટનાક્રમે સ્પષ્ટ કરી દીધું છે કે બંને દેશો વચ્ચેની દુશ્મની હવે ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.