Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump's Major Strike on Birthright Citizenship; Two new strict orders announced

VIDEO: બર્થરાઇટ સિટીઝનશિપ પર ટ્રમ્પનો મોટો પ્રહાર; બે નવા કડક આદેશો જાહેર કર્યા

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મથી મળતી નાગરિકતા (બર્થરાઇટ સિટીઝનશિપ)ના નિયમોને કડક બનાવવા માટે બે નવા આદેશો જાહેર કર્યા છે. આ અગાઉ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના એ આદેશને રદ કરી દીધો હતો, જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકોને નાગરિકતા આપવાની મનાઈ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સામે ઝૂકવાને બદલે ટ્રમ્પે હવે બે નવા આદેશો જારી કરીને કોર્ટના નિર્ણયને પલટાવવાનો પ્રયાસ કર્યો છે.

App Store

'બર્થ ટૂરિઝમ' અને વિદેશી નાગરિકોના બાળકો પર લગામ

ટ્રમ્પ દ્વારા જારી કરાયેલા આદેશોમાંથી પહેલો આદેશ 'બર્થરાઇટ સિટીઝનશિપ'ને નિશાન બનાવે છે. આ આદેશ અનુસાર, જે મહિલાઓ માત્ર બાળકને જન્મ આપવાના હેતુથી ટૂરિસ્ટ વીઝા પર અમેરિકા આવે છે જેથી તેમનું બાળક જન્માક્ષેત્રના આધારે ઓટોમેટિક અમેરિકન નાગરિક બની જાય, તેવા બાળકોને હવે નાગરિકતા આપવામાં આવશે નહીં. આવી પ્રક્રિયાને 'બર્થ ટૂરિઝમ' તરીકે ઓળખવામાં આવે છે.

બીજા આદેશ મુજબ, જે બાળકોના માતા-પિતાનો સંબંધ આતંકવાદ સાથે હોય તેમને પણ અમેરિકન નાગરિકતા મળશે નહીં. આ ઉપરાંત, વિદેશી સરકારોના રાજદૂતો, સરકારી કર્મચારીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં કામ કરતા લોકોના અમેરિકામાં જન્મેલા બાળકોને પણ નાગરિકતાથી વંચિત રાખવામાં આવશે. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ સ્ટીફન મિલરે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ વિદેશી સરકારો માટે લોબિંગ કરનારા લોકોના બાળકો પર પણ લાગુ થશે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને ટ્રમ્પનું વલણ

અગાઉ જૂન મહિનામાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતીથી આપેલા ચુકાદામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકોને નાગરિકતા ન આપવાના ટ્રમ્પના નિર્ણયને રદ કરી દીધો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ પ્રકારનો મનાઈહુકમ અમેરિકન બંધારણના 14મા સુધારાનું ઉલ્લંઘન કરે છે, જે કોઈપણ શરત વિના અમેરિકાની ધરતી પર જન્મેલા દરેક વ્યક્તિને નાગરિકતાની ગેરંટી આપે છે.

આ ચુકાદા સામે નારાજગી વ્યક્ત કરતા ટ્રમ્પે તેને અત્યંત દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણયથી દેશને નુકસાન થઈ રહ્યું છે અને હવે સરકાર અલગ રીતે તેને રદ કરશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે 'બર્થ ટૂરિઝમ' સામે ટૂંક સમયમાં મોટું અભિયાન ચલાવવામાં આવશે અને તેમની સરકાર આ બાબતે વધુ સખત પગલાં ભરી શકે છે.