Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump reveals his retirement plan

VIDEO : 'હું અહીંથી નિવૃત્ત થઈ વેનેઝુએલામાં ચૂંટણી લડીશ..', ટ્રમ્પે બતાવ્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અનોખા અને આશ્ચર્યજનક નિવેદનો માટે જાણીતા છે, પરંતુ સોમવારે (6 એપ્રિલ) તેમણે જે જાહેરાત કરી તેણે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. ઈરાનમાં ફસાયેલા એરફોર્સ પાયલોટના રેસ્ક્યુ ઓપરેશન અંગે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે અચાનક વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

App Store

ટ્રમ્પનો નવો ટાર્ગેટ વેનેઝુએલાનું રાષ્ટ્રપતિ પદ

ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પોતાની બીજી અને બંધારણ મુજબ અંતિમ ટર્મ ભોગવી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે સંકેત આપ્યો કે, અમેરિકામાં તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમનું આગામી રાજકીય પ્રકરણ દક્ષિણ અમેરિકામાં શરૂ થઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, વેનેઝુએલાના લોકો કહે છે કે જો હું ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડું, તો મને અત્યાર સુધીના કોઈપણ ઉમેદવાર કરતા સૌથી વધુ વોટ મળી શકે છે. તેથી અહીંથી નિવૃત્ત થયા પછી હું વેનેઝુએલા જઈ શકું છું.

સ્પેનિશ ભાષા શીખવા તૈયાર

રસપ્રદ વાત એ છે કે, જે ટ્રમ્પે ગત મહિને જ લેટિન અમેરિકન નેતાઓની સમિટમાં સ્પેનિશ શીખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેઓ હવે આ પદ માટે ભાષા શીખવા પણ તૈયાર છે. ટ્રમ્પે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોનો ઉલ્લેખ કરતા અગાઉ કહ્યું હતું કે, તેમની પાસે નવી ભાષા શીખવાનો સમય નથી. પરંતુ હવે તેમણે સુર બદલતા કહ્યું, હું ઝડપથી સ્પેનિશ શીખી લઈશ. તેમાં બહુ સમય નહીં લાગે. હું ભાષાઓ શીખવામાં સારો છું. હું વેનેઝુએલા જઈશ અને ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડીશ.

ડેલસી રોડ્રિગ્ઝ સામે ચૂંટણી લડવાના સંકેત

અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડ્યા બાદ ત્યાં ડેલસી રોડ્રિગ્ઝને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે. ટ્રમ્પે સંકેત આપ્યો કે, તેઓ રોડ્રિગ્ઝ સામે ચૂંટણી લડી શકે છે. અગાઉ એક કેબિનેટ બેઠકમાં પણ તેમણે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બનવાના વિચારને શાનદાર વિકલ્પ ગણાવ્યો હતો. જોકે, ટ્રમ્પે અત્યારે સ્પષ્ટતા કરી હતી કે તેઓ વર્તમાન પ્રેસિડેન્ટ-ઈલેક્ટથી ખુશ છે, પરંતુ ભવિષ્ય માટે તેમના દ્વાર ખુલ્લા છે.

રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા

ટ્રમ્પના આ નિવેદનને ઘણા લોકો મજાક ગણી રહ્યા છે, જ્યારે કેટલાક તેને વેનેઝુએલાના તેલ સંસાધનો અને ત્યાં અમેરિકાના વધતા પ્રભાવ સાથે જોડીને જોઈ રહ્યા છે. એક અમેરિકી રાષ્ટ્રપતિ બીજા દેશમાં જઈને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની વાત કરે તે ઈતિહાસમાં અભૂતપૂર્વ ઘટના છે.

ટ્રમ્પની નવી ઈચ્છા

અમેરિકા પછી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બનવાની તૈયારી વ્યક્ત કરી છે. ભાષા પર તેમની મજબુત પકડ હોવાના દાવા સાથે સ્પેનિશ શીખવા માટે ટ્રમ્પની તૈયારી દર્શાવી છે. વેનેઝુએલામાં અત્યાર સુધીના સૌથી વધુ લોકપ્રિય નેતા હોવાનો દાવો કર્યો છે. બીજી ટર્મ પૂરી થયા બાદ દક્ષિણ અમેરિકા તરફ સ્થળાંતરના સંકેત આપ્યા છે. આ નિવેદન બાદ હવે જોવાનું એ રહેશે કે વેનેઝુએલાના સ્થાનિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાય આ અંગે શું પ્રતિક્રિયા આપે છે.