VIDEO: બેઇજિંગમાં ટ્રમ્પનું શાહી સ્વાગત; ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે અપાયું 'ગાર્ડ ઓફ ઓનર'
સોર્સ : GSTV
ચીનની રાજધાની બેઇજિંગમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ચીનમાં આગમન થતા તેમનું અત્યંત ભવ્ય અને શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં ટ્રમ્પને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજર રહ્યા હતા. બંને નેતાઓએ લશ્કરી પરેડનું નિરીક્ષણ કર્યું અને પરસ્પર મૈત્રીપૂર્ણ સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આ મુલાકાત વૈશ્વિક રાજનીતિ અને વેપારની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેની અસર આગામી સમયમાં જોવા મળશે.

