VIDEO: કાઝી નઝરૂલ ઈસ્લામને શ્રદ્ધાંજલિ અર્પણ
સોર્સ : gstv
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રાષ્ટ્રીય કવિ કાઝી નઝરૂલ ઈસ્લામની ૫૦મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્રોહી કવિ તરીકે ઓળખાતા નઝરૂલ ઈસ્લામની સમાધિ સ્થળે સવારથી જ લોકો પુષ્પગુચ્છ અર્પણ કરવા માટે ઉમટી પડ્યા હતા.ઢાકા યુનિવર્સિટી પરિસરમાં આવેલી તેમની મઝાર પર રાજકીય નેતાઓ, કલાકારો, સાહિત્યકારો અને મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકોએ નમન કર્યા હતા. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ દ્વારા કાવ્યપઠન, નઝરૂલ ગીતો અને ચર્ચા સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામ અને સાહિત્ય જગતમાં તેમના અતુલ્ય યોગદાન તથા ક્રાંતિકારી વિચારોને યાદ કર્યા હતા.

