આ કંપનીઓ નોકરી માટે 'સ્કિલ ટેસ્ટ' નહીં પરંતુ 'પ્રેગ્નન્સી ટેસ્ટ' લઈ રહી હતી? પછી...

સારી નોકરી મેળવવા માટે શું જરૂરી છે? ઉત્તમ કૌશલ્ય, સારી ડિગ્રી, સારો અનુભવ – આ બધાની તૈયારી કર્યા પછી પણ નોકરી મેળવવી એ એક મોટો પડકાર છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આ બધી બાબતો સિવાય પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નોકરી માટે જરૂરી છે? આજકાલ આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ચીનમાં કેટલાક વકીલોએ તાજેતરમાં કેટલીક કંપનીઓ સામે કેસ દાખલ કર્યો છે. આ કંપની પર મહિલા અરજદારોના ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવવાનો આરોપ છે. આ કંપનીઓએ મહિલાઓને ઔપચારિક રીતે સૂચિત કર્યા વિના ગર્ભાવસ્થા માટે પરીક્ષણ કર્યું, અને એક મહિલા ઉમેદવાર ગર્ભવતી હોવાનું જાણવા મળ્યા પછી નોકરી માટે નકારી કાઢવામાં આવી હતી.
કંપનીઓની આ ગેમનો પરદાફાસ કેવી રીતે થયો?
રિપોર્ટ અનુસાર, આ મામલો ચીનના જિયાંગસુ પ્રાંતના નાનટોંગ જિલ્લાનો છે. જ્યાં એક ફરિયાદના આધારે આ તમામ વિવાદ સામે આવ્યો છે. અહીંના વકીલોએ 16 કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેમના પર કોઈ સત્તાવાર સૂચના વિના નોકરી માટે આવેલી મહિલાઓના ગેરકાયદેસર રીતે ગર્ભાવસ્થા પરિક્ષણ કરવાનો આરોપ છે.
તપાસમાં સામે આવ્યું છે કે આ કંપનીઓ મહિલાઓના સમાન રોજગારની તકોના અધિકારનું ઉલ્લંઘન કરી રહી છે. આરોપ છે કે એક મહિલા અરજદાર ગર્ભવતી હતી અને આ માહિતી સામે આવતા જ કંપનીએ તેનો એપોઇન્ટમેન્ટ લેટર -----કેન્સલ કરી દીધો હતો. આ મામલો માત્ર ચીનના કાયદાના ઉલ્લંઘનનો સંકેત નથી, પરંતુ તેને મહિલાઓના અધિકારોના ઉલ્લંઘન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
ચીનનો કાયદો શું કહે છે?
ચાઇનીઝ કાયદો પ્રી-જોબ પ્રક્રિયાના ભાગ રૂપે ગર્ભાવસ્થા પરિક્ષણને સ્પષ્ટપણે પ્રતિબંધિત કરે છે. આને સમાન રોજગારની તકોના મહિલાઓના અધિકારનું ઉલ્લંઘન માનવામાં આવે છે. મામલો સામે આવતાં જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને કંપનીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ મામલાએ હવે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે અને લોકોએ તેની આકરી પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર લોકો આને મહિલા અધિકારના મુદ્દા તરીકે જોઈ રહ્યા છે.

