Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Terrorist Mufti Shah Mir, who helped kidnap former naval officer Kulbhushan Jadhav, killed

પૂર્વ નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં મદદ કરનાર આતંકી મુફ્તી શાહ મીરની પાક.માં કરાઇ હત્યા

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2025
લાઇવ ટીવીGoogle News
પૂર્વ નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં મદદ  કરનાર આતંકી  મુફ્તી શાહ મીરની પાક.માં કરાઇ હત્યા

પાકિસ્તાનમાં ફરી એક અજાણ્યા વ્યક્તિએ હંગામો મચાવી દીધો છે. આના કારણે ત્યાંના આતંકવાદી સંગઠનોમાં ફફડતનો માહોલ છે. પાકિસ્તાનના તુર્બતમાં આતંકવાદી મુફ્તી શાહ મીરની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. તેણે ઈરાનથી ભૂતપૂર્વ ભારતીય નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં ISI ને મદદ કરી હતી.

App Store

ભૂતપૂર્વ ભારતીય નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરનાર મુફ્તી શાહ મીરની  ગોળીમારી હત્યા કરાઇ છે.  તાજેતરના ભૂતકાળમાં, આવા આતંકવાદીઓને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સતત મારી નાખવામાં આવી રહ્યા છે, જેમનો કોઈને કોઈ રીતે ભારતને અસ્થિર કરવામાં હાથ રહ્યો છે. પાકિસ્તાને આ મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ઉઠાવ્યો છે.