Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Terrorism cannot be a strategic asset, terrorist funding must be eliminated

VIDEO: આતંકવાદ કોઈ વ્યૂહાત્મક સંપત્તિ હોઈ શકે નહીં, આતંકવાદી ભંડોળ નાબૂદ કરવું જ જોઇએ

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં આયોજિત 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સહિત વિશ્વના અગ્રણી નેતાઓની હાજરીમાં પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે, 'આતંકવાદ સામે કોઈ બેવડા ધોરણો ન હોઈ શકે. આતંકવાદનો સફાયો કરવા માટે સમગ્ર ઈકોસિસ્ટમને નષ્ટ કરવી ખૂબ જ જરૂરી છે.'

App Store

આતંકવાદ કોઈ વ્યૂહાત્મક સંપત્તિ હોઈ શકે નહીં

રાઉન્ડટેબલ ચર્ચા દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાન તરફ ઈશારો કરતા કહ્યું કે, 'જે દેશો આતંકવાદને પોતાની નીતિના શસ્ત્ર તરીકે વાપરે છે અને આતંકવાદીઓને આશ્રય કે મદદ આપે છે, તેમને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ. આતંકવાદ ક્યારેય કોઈ દેશ માટે વ્યૂહાત્મક સંપત્તિ હોઈ શકે નહીં.'

વૈશ્વિક સુરક્ષા પર વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, 'આજની ડિજિટલ અને જોડાયેલી દુનિયામાં સુરક્ષાની સીમાઓ વિસ્તરી છે. પશ્ચિમ એશિયાનો સંઘર્ષ દર્શાવે છે કે કોઈ એક વિસ્તારની હિંસા સમગ્ર વિશ્વની ઊર્જા સુરક્ષા, દરિયાઈ વેપાર અને સપ્લાય ચેઈનને અસર કરે છે અને તેનો સૌથી મોટો ફટકો ગ્લોબલ સાઉથના દેશોએ ભોગવવો પડે છે.'