Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Tangdili on Pak-Afghan border; Taliban claim to have killed 28 fighters

પાક-અફઘાન સરહદે તંગદિલી; 28 લડવૈયાઓને ઠાર કર્યા હોવાનો તાલિબાનનો દાવો

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
પાક-અફઘાન સરહદે તંગદિલી; 28 લડવૈયાઓને ઠાર કર્યા હોવાનો તાલિબાનનો દાવો
સોર્સ : Google

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદ ફરી એકવાર આગ ઝરતી તેજી પર આવી ગયો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, પૂર્વી પ્રાંત નૂરીસ્તાનમાં અમારા દળોએ પાકિસ્તાન તરફથી સરહદ પાર કરીને આવેલા 28 લડવૈયાઓને ઠાર કર્યા છે અને અન્ય 32ની ધરપકડ કરી છે. કાબુલે આરોપ લગાવ્યો છે કે, આ લડવૈયાઓને પાકિસ્તાની મિલિશિયાનું સમર્થન પ્રાપ્ત હતું. બીજી તરફ, પાકિસ્તાને આ તમામ આરોપોને સદંતર ફગાવી દીધા છે.

App Store

લડવૈયાઓ સરહદે હુમલા કરવાના ઈરાદે ઘૂસ્યું હતું : અફઘાન

અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, લડવૈયાઓનું આ જૂથ શનિવારે નૂરીસ્તાનના કામદેશ જિલ્લામાં પાકિસ્તાન સરહદેથી હુમલા કરવાના ઈરાદે ઘૂસ્યું હતું. અફઘાન દળોએ ચલાવેલા ઓપરેશનમાં 28 ઘૂસણખોરો માર્યા ગયા, જ્યારે બાકીના લડવૈયા પાકિસ્તાની ચોકીઓ તરફ ભાગી ગયા હતા.

‘લડવૈયાઓને પાકિસ્તાનનું સમર્થન, અથડામણ થતા ભાગી ગયા’

કાબુલનો દાવો છે કે, પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ આ લડવૈયાઓ સાથે જોડાયેલા હતા, પરંતુ અથડામણ શરૂ થતાં જ તેઓ પાછળ હટી ગયા હતા. મંત્રાલયે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓએ ભૂતપૂર્વ અફઘાન સુરક્ષાકર્મીઓને રોજગારી અને સહાયનું વચન આપીને પાકિસ્તાનમાં તાલીમ આપી હતી અને ત્યારબાદ તેમને હુમલા માટે નૂરીસ્તાન મોકલ્યા હતા.

પાકિસ્તાને અફઘાનિસ્તાનના આરોપો નકાર્યા

પાકિસ્તાનના માહિતી મંત્રાલયે અફઘાનિસ્તાનના આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. પાકિસ્તાન સરકારે સ્પષ્ટતા કરી છે કે, તેમની કોઈ ગુપ્તચર એજન્સી કે સુરક્ષા દળ આ હુમલામાં સામેલ નથી. પાકિસ્તાને પૂર્વ સુરક્ષાકર્મીઓને તાલીમ આપવાની કે ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકી જૂથોને મદદ કરવાની વાતને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે.