VIDEO: બલૂચિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલો, 10 લોકોના મોત; 32 ઘાયલ
પાકિસ્તાનના ક્વેટા શહેરમાં આવેલા સેનાની ઓફિસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. પૂર્વ ક્વેટામાં ફ્રન્ટિયર કૉર્પ્સ ઓફિસ પાસે વિસ્ફોટ બાદ અચાનક ગોળીબાર શરૂ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે અવાજ મોડલ ટાઉન અને આસપાસના વિસ્તારમાં પણ સંભળાયો હતો. વિસ્ફોટ બાદ આસપાસના ઘર અને બિલ્ડિંગોની બારીઓ તૂટી ગઇ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ ઘાયલ થયા છે.
બલૂચિસ્તાનની હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર
બલૂચિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી બખ્ત મુહમ્મદ કાકર અને સ્વાસ્થ્ય સચિવ મુજીબ-ઉર-રહમાને સિવિલ હોસ્પિટલ ક્વેટા, બીએમસી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, તમામ સલાહકાર, ડૉક્ટર, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને પેરામેડિકલ સ્ટાફ ડ્યુટી પર છે. બચાવ સૂત્રોએ પૃષ્ટી કરી છે કે ઘાયલો અને મૃતકોના શબોને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
સૂત્રો અનુસાર વિસ્ફોટ બાદ શહેરમાં અફરા તફરીનો માહોલ જોવા મળે છે. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે ફાયરિંગનો પણ અવાજ સંભળાયો હતો. તે બાદ લોકો સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળેથી ધુમાડો પણ જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રાથમિક રિપોર્ટમાં આ વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

