Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Strait of Hormuz' reopens, Trump announces peace deal

'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' થી નીકળી રહ્યા છે તેલ ભરેલા જહાજ, ઈરાન ડીલ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' થી નીકળી રહ્યા છે તેલ ભરેલા જહાજ, ઈરાન ડીલ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
સોર્સ : gstv

વૈશ્વિક રાજકારણ અને વિશ્વના અર્થતંત્રને મોટી રાહત આપતા એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ૧૦૭ દિવસથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ આખરે સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે ઈરાન સાથે જંગ ખતમ કરવાની અને ઐતિહાસિક શાંતિ સમજૂતી (Peace Deal) પર સહમતિ બની હોવાની જાહેરાત કરી છે.

App Store

આ કરાર અંતર્ગત વૈશ્વિક તેલ વ્યાપાર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને ફરીથી ખોલવા અને તમામ સૈન્ય અભિયાનો રોકવા પર બંને દેશો સહમત થયા છે.

Trump's post

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી ખુશખબર

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે: "ઇસ્લામિક ગણરાજ્ય ઈરાન સાથેની સમજૂતીને અંતિમ ઓપ આપી દેવાયો છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન! હું મુક્ત અવરજવર માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને તત્કાલ પ્રભાવથી સંપૂર્ણપણે ખોલવાની અને અમેરિકન નૌકાદળની નાકેબંધી હટાવવાની મંજૂરી આપું છું." હોર્મુઝની ખાડીમાંથી તેલ ભરેલા અનેક જહાજો હવે નીકળવા લાગ્યા છે. તેઓ દક્ષિણના 'હાઇવે' માર્ગે આગળ વધી રહ્યા છે, જે હવે સંપૂર્ણપણે સુરક્ષિત અને સાફ છે.

કતારની મધ્યસ્થતા અને 14 કલાકની મેરેથોન ચર્ચા

બીજી તરફ, ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ પણ સરકારી ટેલિવિઝન પર આ ડીલની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, મધ્યસ્થ દેશ કતારના પ્રતિનિધિ સાથે તેહરાનમાં સતત 14 કલાક સુધી ચાલેલી મેરેથોન ચર્ચા બાદ આ શાંતિ કરાર પર સહમતિ સધાઈ છે. આ ઐતિહાસિક સમજૂતી પર આગામી શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં બંને દેશો ઔપચારિક રીતે હસ્તાક્ષર કરશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે શુક્રવારે સત્તાવાર સહી થયા બાદ જ તેઓ આ નિયમોનો અમલ શરૂ કરશે.

ગ્લોબલ ઇકોનોમી અને તેલના બજારને મોટી રાહત

આ યુદ્ધ વિરામથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ (કાચા તેલ)ની કિંમતોમાં મોટો ઘટાડો થવાની આશા છે. અમેરિકાએ સંકેત આપ્યા છે કે તે યુદ્ધથી પ્રભાવિત થયેલી ઈરાનની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે તેના પર લાગેલા આર્થિક પ્રતિબંધોમાં પણ ઢીલ આપશે, જેથી ઈરાન ફરીથી વધુ માત્રામાં તેલ વેચી શકે. જોકે, ઈરાનના પરમાણુ કાર્યક્રમ જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ પર આગામી સમયમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે.