Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : several held hostages in the Netherlands

નેધરલેન્ડમાં મોટી સંખ્યામાં લોકોને બંધક બનાવતા અફરાતફરીનો માહોલ, 150થી વધુ ઘર ખાલી કરાવાયા

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2024
લાઇવ ટીવીGoogle News
નેધરલેન્ડમાં મોટી સંખ્યામાં લોકોને બંધક બનાવતા અફરાતફરીનો માહોલ, 150થી વધુ ઘર ખાલી કરાવાયા

શનિવારે નેધરલેન્ડમાં મોટી સંખ્યામાં લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. આ પછી ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ બન્યો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન પોલીસ દ્વારા 150થી વધુ ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિએ નેધરલેન્ડના એડે શહેરમાં એક બારમાં અનેક લોકોને હથિયારો અને વિસ્ફોટકો સાથે બંધક બનાવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારના 150 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે વિશેષ એકમો તૈનાત કરવામાં આવી છે.
 
પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ લોકોને આ વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંધકની પરિસ્થિતિમાં આતંકવાદી એંગલ હોવાના કોઈ સંકેત નથી. પોલીસ બંધક બનેલા લોકોને છોડાવવાનો પ્રયાસ કરી રહી છે

App Store

નેધરલેન્ડના એડે શહેરમાં પોલીસે એક વિસ્તારને કોર્ડન કરી લીધો છે જ્યાં એક બિલ્ડિંગમાં ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. પોલીસ પ્રવક્તા સિમોન ક્લોકે ધ એસોસિએટેડ જણાવ્યું હતું કે એડેમાં લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા, પરંતુ ઘટનાની વધુ વિગતો આપવા અથવા કેટલા લોકો સામેલ હતા તે કહેવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ, પોલીસે એડે શહેરમાં એક વિસ્તારના 150 જેટલા ઘરોને ખાલી કરાવતા કહ્યું કે, આ વિસ્તારમાં એક વ્યક્તિ છે જે તમારા અથવા અન્ય લોકો માટે જોખમી બની શકે છે. 

'' એમ્સ્ટરડમથી 85 કિલોમીટર (53 માઇલ) દક્ષિણપૂર્વમાં આવેલા ગ્રામીણ બજારના નગર, એડેમાં ઘટનાસ્થળના ફોટાઓ આવ્યા છે. જેમાં પોલીસ અને ફાયર કર્મીઓ આ ઘેરાબંધીવાળા વિસ્તારમાં રસ્તા પર જોવા મળ્યા છે. નગરપાલિકાએ કહ્યું કે એડેના મધ્ય ભાગમાં આવેલી તમામ દુકાનો બંધ રહેશે.