Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Saying 'Free Palestine...' the suspect threw petrol bomb, 6 people got burnt, terrorist in America gattna

'ફ્રી પેલેસ્ટાઇન...' કહી શંકાસ્પદે પેટ્રોલ બોમ્બ ફેંક્યો, 6 લોકો બળી ગયા, અમેરિકામાં યહૂદી કાર્યક્રમમાં આતંકવાદી ઘટના

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2025
લાઇવ ટીવીGoogle News

US Attack on Jewish: અમેરિકાના કોલોરાડોમાં એક શખસે યહૂદી કાર્યક્રમ દરમિયાન હુમલો કરી દીધો હતો. મોલોટોવ કૉકટેલ (જ્વલનશીલ પદાર્થ ભરેલી બોટલ)થી કરવામાં આવેલા આ હુમલામાં આશરે 6 લોકો દાઝી ગયા હતાં. મળતી માહિતી મુજબ, આ દરમિયાન ફ્રી પેલેસ્ટાઇન જેવા નારા લગાવવામાં આવ્યા હતા. હાલ, પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. FBI (ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી રહી છે. 

App Store

પેલેસ્ટાઇનને આઝાદ કરવાનો નારો લગાવ્યો
મળતી માહિતી મુજબ, કોલોરાડોના બોલ્ડરમાં ઈઝરાયલના બંધકોની યાદમાં એક સમૂહ ભેગું થયું હતું. આ દરમિયાન એક શખસે ભીડ પર મોલોટોવ કૉકટેલ્સ ફેંક્યું હતું. આ સાથે તેણે ફ્લેમથ્રોઅપરથી હુમલો કર્યો હતો. હુમલાખોરની ઓળખ મોહમ્મદ સાબરી સુલેમાન તરીકે થઈ છે. હુમલાખોરે ભીડ પર હુમલો કરતી વખતે પેલેસ્ટાઇનને આઝાદ કરવાનો નારો લગાવ્યો હતો. 

6 લોકો થયા ઈજાગ્રસ્ત
બોલ્ડર પોલીસ પ્રમુખ સ્ટીફન રેડફર્ને જણાવ્યું કે, એક શખસના હથિયાર લઈને ફરવા અને લોકોને બાળી નાંખવાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસમાં ઘટનાસ્થળે પહોંચી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા 6 લોકોમાં તમામની ઉંમર 67થી 88 વર્ષની વચ્ચે છે. તમામ લોકોને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક દર્દીની હાલત હાલ ખૂબ જ ગંભીર છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

હુમલાખોર પોતે પણ થયો ઈજાગ્રસ્ત
હાલ હુમલાખોરને લઈને પોલીસે વધુ જાણકારી નથી આપી. માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટનાને આરોપીએ એકલાએ જ અંજામ આપ્યો હતો અને ઘટનાસ્થળ પર કોઈ અન્ય શંકાસ્પદ વ્યક્તિ જોવા નથી મળી. ખાસ વાત એ છે કે, આ હુમલામાં હુમલાખોર પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, આ ઈજા કેટલી અને કેવી છે?

FBIના ડેપ્યુટી ડિરેક્ટરે લખ્યું કે, 'શરૂઆતી જાણકારીના આધારે આ આતંકવાદી ઘટનાની તપાસ વિચારધારા પ્રેરિત હિંસાની ઘટનાના રૂપે કરવામાં આવી રહી છે. તથ્ય સામે આવ્યા બાદ આ ઘટના પર સ્પષ્ટ વિશે વાત કરવામાં આવશે.'