Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Satellite images reveal damage to America in Iranian attack

'જૉર્ડનમાં 50 કરોડ ડૉલરનું રડાર રાખમાં ફેરવાયું', સેટેલાઇટ તસવીરોમાં ઈરાની હુમલામાં અમેરિકાને થયેલા નુકસાનનો ખુલાસો 

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2026
લાઇવ ટીવીGoogle News
'જૉર્ડનમાં 50 કરોડ ડૉલરનું રડાર રાખમાં ફેરવાયું', સેટેલાઇટ તસવીરોમાં ઈરાની હુમલામાં અમેરિકાને થયેલા નુકસાનનો ખુલાસો 
સોર્સ : google

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક તબક્કામાં પહોંચી ગયો ચૂક્યો છે. અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયા બાદ ઈરાન ભયાનક વળતો પ્રહાર કરી રહ્યો છે અને તે આરબ દેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલાઓ કરી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરો પુષ્ટિ કરે છે કે, ઈરાને જૉર્ડન, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતારમાં અમેરિકાની અત્યંત આધુનિક એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી છે.

App Store

જૉર્ડનમાં 50 કરોડ ડૉલરનું રડાર રાખમાં ફેરવાયું

સેટેલાઇટ ઈમેજ મુજબ, જૉર્ડન સ્થિત મુવાફક સાલ્ટી એર બેઝ પર તૈનાત અમેરિકાના THAAD (Terminal High Altitude Area Defense) મિસાઈલ બેટરીના રડાર સિસ્ટમને ઈરાને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી છે. રેથિયૉન કંપની દ્વારા બનાવવામાં આવેલા આ AN/TPY-2 રડારની કિંમત અંદાજે 50 કરોડ ડૉલર (આશરે ₹4,100 કરોડથી વધુ) છે. તસવીરોમાં એરબેઝ પાસે રેતમાં 13 ફૂટ પહોળા બે મોટા ખાડા દેખાય છે, જે સૂચવે છે કે રડારને સચોટ રીતે તોડી પાડવા માટે એકથી વધુ મિસાઈલોનો ઉપયોગ થયો હતો. પાંચ મોટા ટ્રેલર પર ગોઠવાયેલી આ આખી સિસ્ટમ હાલ સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગઈ છે.

UAE ના સૈન્ય મથકો પણ નિશાન પર

જૉર્ડન ઉપરાંત, સંયુક્ત આરબ અમીરાતના રૂવૈસ અને સાદેર વિસ્તારમાં આવેલા સૈન્ય ઠેકાણા પર પણ ઈરાને હુમલો કર્યો છે. રૂવૈસમાં 3 અને સાદેરમાં 4 મહત્વની ઈમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ ઈમારતોનો ઉપયોગ રડાર સિસ્ટમ અને સૈન્ય વાહનો રાખવા માટે થતો હતો. નિષ્ણાતો હજુ એ તપાસી રહ્યા છે કે આ રડાર અમેરિકી સેનાના હતા કે UAEએ અમેરિકા પાસેથી ખરીદેલા હતા.

રડાર સિસ્ટમ શા માટે મહત્વની છે?

કોઈપણ એર ડિફેન્સ નેટવર્કમાં રડાર તેની આંખ સમાન હોય છે. તે સેંકડો માઈલ દૂરથી આવતી બેલિસ્ટિક મિસાઈલો કે ડ્રોનને ઓળખીને ઈન્ટરસેપ્ટર મિસાઈલોને લોકેશન આપે છે. ઈરાને આ રડાર તોડી પાડીને અમેરિકા અને તેના સહયોગી દેશોના સુરક્ષા કવચને નબળું પાડી દીધું છે. અમેરિકી સરકારના તાજેતરના નિવેદનો પણ હવે સ્પષ્ટ કરી રહ્યા છે કે આ જંગ ધાર્યા કરતા વધુ લાંબો ખેંચાઈ શકે છે. ઈરાન તરફથી મળેલો આ આંચકો અમેરિકા માટે દાયકાઓનો સૌથી મોટો સૈન્ય ફટકો માનવામાં આવી રહ્યો છે.

અમેરિકાની સૌથી ખતરનાક રડાર સિસ્ટમનો નાશ

થાડ માટે એવું કહેવામાં આવે છે કે તે પળવારમાં દુશ્મનની મિસાઈલને ઈન્ટરસેપ્ટ કરીને બરબાદ કરી શકે છે. થાડ મિસાઈલ મીડીયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલનો પ્રારંભિક તબક્કામાં જ નાશ કરવા માટે સક્ષમ માનવામાં આવે છે. તે હીટ ટુ કિલ ટેકનીક પર કામ કરે છે. મતલબ કે તેમને દુશ્મની મિસાઈલને રોકતી નથી પરંતુ તેનો નાશ જ કરી દે છે. થાડ 200 કિમી સુધી દુર અને 150 કિમીની ઉંચાઈ પર પણ હુમલો કરવા માટે સક્ષમ છે.