Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Russia's horrific air strike on Ukraine, killing 11 people, including 3 children

VIDEO: રશિયાની યુક્રેન પર ભયાનક એર સ્ટ્રાઈક, 3 બાળકો સહિત 11 લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

યુક્રેનના હવાઈ હુમલાના જવાબમાં રશિયાએ બુધવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવ અને લગભગ એક ડઝન અન્ય સ્થળો પર ભયાનક એરસ્ટ્રાઈક કરી છે. આ હુમલામાં 3 બાળકો સહિત 11 નાગરિકોના મોત થયા છે અને 40 થી વધુ લોકો ઘાયલ થયા છે.   યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકીએ આ હુમલાઓની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે રશિયાએ રાતોરાત મિસાઈલો અને ડ્રોન વડે રહેણાંક મકાનો, ઈન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેક્સ અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યા હતા.   યુક્રેનિયન એરફોર્સના જણાવ્યા અનુસાર, રશિયાએ આ ઘાતક હુમલામાં 130 ડ્રોન, 48 ક્રૂઝ મિસાઈલ અને અનેક બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. જોકે, યુક્રેને દાવો કર્યો છે કે તેમની એરફોર્સે તેમાંથી 161 હવાઈ લક્ષ્યોને હવામાં જ નષ્ટ કરી દીધા છે.

App Store