Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Russian President Putin to visit India on December 4-5

પુતિનનો ભારત પ્રવાસ નક્કી, 4-5 ડિસેમ્બરે PM મોદીના આમંત્રણ પર રશિયાના રાષ્ટ્રપતિ આવશે દિલ્હી

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતના પ્રવાસે આવશે. આ જાણકારી શુક્રવારે રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી ક્રેમલિનના હવાલાથી આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ એક ઓફિશિયલ નિવેદન જાહેર કરી આ પ્રવાસની પૃષ્ટી કરી છે.

App Store

આ પ્રવાસ દરમિયાન પુતિન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને તેમના સમ્માનમાં રાજકીય ભોજનનું આયોજન કરશે.

23મું ભારત-રશિયા વાર્ષિક શિખર સમ્મેલન

વિદેશ મંત્રાલય અનુસાર, આ પ્રવાસથી ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સબંધોની પ્રગતિની સમીક્ષા થશે અને સહયોગના આગામી તબક્કાની દિશા નક્કી કરવામાં આવશે. બન્ને દેશો વચ્ચે આ બેઠક 23માં ભારત-રશિયા વાર્ષિક શિખર સમ્મેલન હેઠળ યોજાશે. અધિકારીઓ અનુસાર, વાતચીતમાં ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા થશે, સાથે જ બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા રણનીતિક સબંધોને વધુ મજબૂત કરવા પર પણ ફોકસ રહેશે.

2021માં ભારત આવ્યા હતા પુતિન

પુતિને આ પહેલા વર્ષ 2021માં નવી દિલ્હીનો પ્રવાસ કર્યો હતો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત વર્ષે જુલાઇમાં વાર્ષિક શિખર સમ્મેલનમાં મૉસ્કો ગયા હતા.