VIDEO: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવની યુરોપને આકરી ચેતવણી!
રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો યુક્રેનની ધરતી પર પશ્ચિમી દેશોની સેના તહેનાત કરવામાં આવશે, તો રશિયા તેને સીધા યુદ્ધની જાહેરાત તરીકે ગણશે. યેકાટેરિનબર્ગમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ યુથ દરમિયાન તેમણે ચેતવણી આપી હતી કે જો યુરોપ રશિયા સામે યુદ્ધની તૈયારીઓ કરીને હુમલો કરશે, તો તે એક અલગ અને ખૂબ જ ટૂંકું યુદ્ધ સાબિત થશે. લાવ્રોવે પુનરોચ્ચાર કર્યો કે રશિયા આ સંઘર્ષમાં સામેલ થવા માંગતું નથી, પરંતુ દેશની સુરક્ષા અને અખંડિતતા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. રશિયન વિદેશ મંત્રીએ યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકા દ્વારા લેવામાં આવતા રસને આવકાર્યો છે. તેમણે કહ્યું કે અન્ય પશ્ચિમી દેશોથી વિપરીત, યુનાઇટેડ સ્ટેટ્સ આ સંઘર્ષના મૂળ કારણોને સમજી રહ્યું છે. રશિયાએ ક્યારેય પણ વાતચીતનો ઇનકાર કર્યો નથી અને તે દ્વિપક્ષીય તેમજ ત્રિપક્ષીય બંને ફોર્મેટમાં બેઠક યોજવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, જેનાથી આગામી સમયમાં રાજદ્વારી સ્તરે નવા મહત્ત્વપૂર્ણ વિકાસ જોવા મળી શકે છે.

