VIDEO: ક્રુડની નિકાસ કરતા રશિયાએ ભારત પાસેથી ખરીદ્યું 10 લાખ બેરલ પેટ્રોલ
સોર્સ : gstv
યુક્રેનના ડ્રોન હુમલાઓની અસર હવે રશિયાના ઈંધણ બજાર પર જોવા મળી રહી છે. રિફાઈનરીઓને થયેલા નુકસાનને કારણે રશિયામાં પેટ્રોલનું સ્થાનિક ઉત્પાદન ઘટ્યું છે અને હવે રશિયાએ આયાતનો સહારો લેવો પડી રહ્યો છે. અહેવાલો અનુસાર, છેલ્લા બે મહિનામાં ભારતે રશિયાને આશરે 10 લાખ બેરલ પેટ્રોલ સપ્લાય કર્યું છે. તેમાં ગુજરાતની વાડીનાર સ્થિત નાયરા એનર્જીની રિફાઈનરીનો મોટો ફાળો હોવાનું જણાવાયું છે. ઓગસ્ટમાં રશિયાની દરિયાઈ પેટ્રોલ આયાત દરરોજ આશરે 1.25 લાખ બેરલના રેકોર્ડ સ્તરે પહોંચી છે.

