Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Rahul Gandhi feels cold in Germany while walking around wearing a T-shirt

VIDEO: ભર શિયાળે કાશ્મીરમાં ટીશર્ટ પહેરીને ફરતા રાહુલ ગાંધીને જર્મનીમાં લાગી ઠંડી

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: ભર શિયાળે કાશ્મીરમાં ટીશર્ટ પહેરીને ફરતા રાહુલ ગાંધીને જર્મનીમાં લાગી ઠંડી
સોર્સ : gstv

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બુધવારે છ દિવસીય વિદેશ યાત્રાએ છે. આ દરમિયાન તેઓ જર્મની પહોંચ્યા છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડા સાથે રાહુલ ગાંધી અહીં પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરવા ઉપરાંત અનેક રાજદ્વારી અને સમુદાયના કાર્યક્રમોમાં હાજરી આપશે. બુધવારે બર્લિન એરપોર્ટ પર પહોંચેલા રાહુલ ગાંધીના ફોટા સામે આવ્યા છે. આ ફોટોએ કંઇક અલગ ધ્યાન ખેંચ્યું છે. જે તેમણે પહેરેલા કપડામાં જોવા મળ્યો. રાહુલ ગાંધી મોટેભાગે સફેદ ટી શર્ટમાં જ જોવા મળે છે. પરંતુ જ્યારે જર્મની પહોંચ્યા ત્યારે તેઓ સ્વેટરમાં જોવા મળ્યા હતા.

App Store

જણાવી દઈએ કે, રાહુલ ગાંધી છેલ્લા ઘણા મહિનાઓથી સફેદ ટી-શર્ટને જ પોતાના ડ્રેસકોડ સાથે જોડીને આગવી ઓળખ બનાવી લીધી છે. ગયા વર્ષે ભારતમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પણ અડધી બાંયની સફેદ ટીશર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. યુવાનો માટે ન્યાય સાથે જોડીને સફેદ ટી-શર્ટ ચળવળ શરૂ કરી હતી. જો કે જર્મનીમાં, તેઓ લાંબા સમય પછી સ્વેટર પહેરેલા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધી બુધવારે જર્મનીમાં એક ઉત્પાદન એકમની મુલાકાતે ગયા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ઉત્પાદન મજબૂત અર્થતંત્રોની કરોડરજ્જુ છે, પરંતુ ભારતમાં તે ઝડપથી ઘટી રહ્યું છે. જર્મનીના મ્યુનિકમાં BMW વેલ્ટ અને BMW પ્લાન્ટની મુલાકાત લીધા પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે, ભારતે વિકાસને વેગ આપવા માટે એક અર્થપૂર્ણ ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવવાની જરૂર છે.