Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pulwama attack mastermind terrorist Hamza Burhan killed in Pakistan

પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ આતંકી હમઝા બુરહાન પાકિસ્તાનમાં ઠાર, અજાણ્યા શખ્સે મારી ગોળી

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ આતંકી હમઝા બુરહાન પાકિસ્તાનમાં ઠાર, અજાણ્યા શખ્સે મારી ગોળી
સોર્સ : gstv

પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હમઝા બુરહાનને પાકિસ્તાનમાં એક અજ્ઞાત વ્યક્તિએ ગોળી મારી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં આતંકીનું મોત નીપજ્યું છે. આતંકી હમઝા બુરહાનને પાકિસ્તાન શાસિત કાશ્મીર (PoK)ના મુઝફ્ફરાબાદમાં ગોળી મારવામાં આવી છે. હમઝા બુરહાન વર્ષ 2019માં પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડ પૈકીનો એક હતો. પાકિસ્તાનમાં તે પોતાની ઓળખ એક શિક્ષક (ટીચર) તરીકે આપતો હતો.

App Store

ઓફિસમાં ઘૂસીને મારી ગોળી

મળતી માહિતી મુજબ, અજ્ઞાત હુમલાખોરે હમઝા બુરહાનને મુઝફ્ફરાબાદમાં નિશાન બનાવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે આ આતંકવાદી પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં આવેલી પોતાની ઓફિસમાં બેઠો હતો. પુલવામા હુમલાના કાવતરાખોરોમાં સામેલ હમઝા બુરહાન ભલે પાકિસ્તાનમાં શિક્ષક હોવાનો ઢોંગ કરતો હતો, પરંતુ 2019 પછી પણ તે અનેક આતંકવાદી ઘટનાઓમાં સક્રિય રીતે સામેલ રહ્યો હતો. તે PoKના વિસ્તારોમાં કેટલાય આતંકી સંગઠનોને ટ્રેનિંગ આપી રહ્યો હતો અને બોર્ડર (સરહદ) પરથી ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવામાં મદદ કરતો હતો.

40થી વધુ જવાનો થયા હતા શહીદ

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં ભીષણ આતંકી હુમલો થયો હતો, જેમાં આતંકવાદીઓએ ભારતીય સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં ભારતના 40થી વધુ વીર જવાનો શહીદ થયા હતા. પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતે 'ઓપરેશન બાલાકોટ' અંજામ આપ્યું હતું, જેમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓનો ખાતમો બોલાવ્યો હતો.