Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : President Herzog's announcement in Jerusalem: “Smile mosquito true hero, Presidential award Israel will give

VIDEO: યરૂશલેમમાં રાષ્ટ્રપતિ હર્ઝોગની જાહેરાત: "સ્મિત મચ્છર સાચા હીરો, પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપશે ઈઝરાયલ

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હવામાં ઊડી રહેલા વિમાનમાં મોટી દુર્ઘટના અને હાઈજેકિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવી 174 મુસાફરોના જીવ બચાવનારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેપ્ટન મચ્છરને તેમની અસાધારણ બહાદુરી, સાહસ અને પ્રોફેશનલિઝમ માટે ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમ’ થી નવાજવામાં આવશે.

App Store

યરૂશલેમમાં રાષ્ટ્રપતિ હર્ઝોગની જાહેરાત: "સ્મિત મચ્છર સાચા હીરો છે"

યરૂશલેમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં છ ઈઝરાયલી નાગરિકોને વીરતા પુરસ્કાર આપતી વખતે રાષ્ટ્રપતિ હર્ઝોગે ખાસ ભારતીય પાયલટ સ્મિત મચ્છરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "આજે જે ઈઝરાયલી વીરોને આપણે સન્માનિત કરી રહ્યા છીએ, તેમની સાથે આપણે ભારતના કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરીએ છીએ. તેમની બહાદુરી અને સૂઝબૂઝથી જ એક મોટી હોનારત ટળી શકી છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે ત્યારે મને ઈઝરાયલની જનતા વતી તેમને આ પુરસ્કાર આપવાનું સન્માન મળશે."

ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ 7 ઓક્ટોબર 2023 ના આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ હર્ઝોગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જે અન્ય લોકોના જીવ બચાવવા માટે અસાધારણ વીરતા દર્શાવનારા નાગરિકોને આપવામાં આવે છે.

ઓમાની કો-પાયલટે કૂહાડીથી હુમલો કર્યો હતો

નોંધનીય છે કે, ગયા સપ્તાહે તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ઉડાન FZ1073 માં એક ભયાનક ઘટના બની હતી. વિમાનના ઓમાની નાગરિક કો-પાયલટ હમામ અલ-હમ્મામીએ અચાનક કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી પ્રાણઘાતક હુમલો કરી દીધો હતો અને વિમાનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગંભીર રીતે ઘવાયેલા હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે અદ્ભુત ધૈર્ય અને સાહસ બતાવીને કો-પાયલટને કાબૂમાં કર્યો હતો અને 174 પ્રવાસીઓને લઈ જતા વિમાનનું સાઉદી અરેબિયામાં સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

નેતન્યાહૂએ ફોન પર વાત કરી સ્વાતંત્ર્ય દિનનું નિમંત્રણ આપ્યું

 

આ ઘટના બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેપ્ટન સ્મિત મચ્છર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. નેતન્યાહૂએ સ્મિત મચ્છરને ઈઝરાયલ, ભારત અને સમગ્ર વિશ્વના "હીરો" ગણાવ્યા હતા અને તેમને ઈઝરાયલના આગામી સ્વતંત્રતા દિવસ સમારોહમાં ખાસ અતિથિ તરીકે હાજર રહેવા સત્તાવાર નિમંત્રણ પણ પાઠવ્યું હતું.

ટોપિક્સ:GSTV NewsGujarati News