Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Powerful 6.7-magnitude earthquake in Peru, aftershocks create terrifying scenes

VIDEO: પેરૂમાં 6.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, આફ્ટર શૉક્સથી સર્જાયા ભયાવહ દ્રશ્યો

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પેરૂના ઉમાહુઆઓ શહેરમાં ૬.૭ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ થતા લોકો ઑફિસોમાંથી તેમજ ઘરોમાંથી બેબાકળા બહાર નીકળી ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર ઉમાહુઆઓ શહેરથી ઉત્તર-પશ્ચિમે ૩૮ કિ.મી. દૂર આયાકુચો ક્ષેત્રના મરિનાકોયસ પ્રાંતમાં કેન્દ્રિત હતું. તેની ઉંડાઈ ૬૬.૭ કી.મી. જેટલું હોવાનું યુ.એસ.જી.એસે. જણાવ્યું હતું. પહેલાં તો તે ભૂકંપની તીવ્રતા ૭.૨ની હોવાનું અનુમાનિત હતું અને તેની તીવ્રતા ત્રીજા કે ચોથા લેવલની હશે તેમ માનવામાં આવ્યું હતું. આ ભૂંકપના આંચકા સૌથી વધુ દક્ષિણ પેરૂમાં લાગ્યા હતા તેમાં ઇકા અને અરેકવા સામેલ પરિનાકાઆસ પ્રાંતના ગવર્નર વાય. રેન્ચેઝે કહ્યું હતું કે, હજી સુધી પ્રાંતીય મુખ્ય મથકમાં નુકસાનીની પણ વિગતો મળી નથી. પેરૂના નેવીએ પણ જણાવ્યું હતું કે, સુનામીનો કોઈ ખતરો નથી. ભૂકંપ પછી થોડા આફ્ટર શૉક્સ લાગ્યા હતા પરંતુ તે તીવ્ર ન હતાં છતાં લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર નીકળી ગયા હતા તેમજ બપોરે લંચ સમયે આવેલા આ આંચકાથી કર્મચારીઓ અને અધિકારીઓ પણ ઑફિસની બહાર નીકળી ગયા હતા.

App Store