VIDEO: પોલેન્ડની શાળામાં વિદ્યાર્થીએ છરીથી કર્યો હુમલો, શિક્ષક સહિત 7 ઘાયલ
સોર્સ : gstv
પોલેન્ડની એક વોકેશનલ સ્કૂલમાં બુધવારે 19 વર્ષીય વિદ્યાર્થીએ છરી વડે સાથી વિદ્યાર્થીઓ અને શિક્ષક પર ભયાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં 6 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષક સહિત કુલ 7 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઓસ્ટ્રોલેકાના વોકેશનલ સ્કૂલ કોમ્પ્લેક્સમાં બનેલી આ ઘટના બાદ ઇમરજન્સી સેવાઓ, એર એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા. હુમલો કર્યા બાદ આરોપી વિદ્યાર્થી પગપાળા ભાગી છૂટ્યો હતો, પરંતુ પોલીસે નારીવ નદીના કિનારેથી તેની અટકાયત કરી લીધી છે. ઓસ્ટ્રોલેકાના મેયર પાવેલ નિવિયાદોમ્સ્કીએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ અધિકારીઓ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે.

