PM Modi: માલદિવના આઝાદી દિવસના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ, ચીનને મરચાં લાગશે

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે માલદિવના આઝાદી દિવસ સમારોગમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થયા હતા. માલદીવ પોતાની આઝાદીની હીરક જયંતી ઉજવી રહ્યો છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીને આ સમારોહના મુખ્ય અતિથિ બનાવ્યા હતા. આ ભારત અને માલદીવના સંબંધોમાં ફરી મજબૂતીના સંકેત આપી રહ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે માલદીવની જનતાને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી છે.
S.જયશંકરે X પર સંદેશ લખ્યો
વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના X એકાઉન્ટ પર માલદિવને અભિનંદન સંદેશમાં લખ્યું, "માલદીવની સરકાર અને લોકોને તેમની સ્વતંત્રતાની ડાયમંડ જ્યુબિલી ઉજવણી પર અભિનંદન. આજે મને માલદિવની રાજધાની માલેમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાવાનો લહાવો મળ્યો. અમે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી સંબંધોના 60 વર્ષની ઉજવણી પણ કરી રહ્યા છીએ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને રિપીટ કરીએ છીએ."
પીએમ મોદી માલદીવના ઉપરાષ્ટ્રપતિને મળ્યા
માલદીવના સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપ્યા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવના ઉપરાષ્ટ્રપતિ હુસૈન મોહમ્મદ લતીફને મળ્યા. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને પરસ્પર સંબંધોને મજબૂત બનાવવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટ કર્યું
પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, "માલદીવના ઉપરાષ્ટ્રપતિ હુસૈન મોહમ્મદ લતીફ સાથે ખૂબ જ સકારાત્મક અને ઉપયોગી મુલાકાત થઈ. અમારી વાતચીત ભારત-માલદીવ મિત્રતાના મુખ્ય સ્તંભો પર કેન્દ્રિત હતી. બંને દેશો માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી, આબોહવા પરિવર્તન, ઉર્જા અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ગાઢ સહયોગ કરી રહ્યા છે. આ સહયોગ આપણા લોકો માટે અત્યંત ફાયદાકારક છે. અમને આશા છે કે આવનારા વર્ષોમાં આ ભાગીદારી વધુ ગાઢ બનશે."

