VIDEO: કિર્ગિસ્તાનની SCO સમીટમાં PM મોદી, રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ જિનપિંગની મુલાકાત સૌથી વધુ ચર્ચામાં
સોર્સ : gstv
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં કિર્ગિસ્તાનની મુલાકાતે છે, જ્યાં બિશ્કેકમાં SCO સમિટ ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદી કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ્સ મીટિંગમાં ભાગ લઈ રહ્યા છે. વિશ્વભરની નજર આ સમિટમાં પીએમ મોદી શું કહેશે તેના પર છે; તેઓ ફરી એકવાર વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે. કિર્ગિસ્તાનના બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળે છે તેવો એક વીડિયો હાલ ચર્ચામાં છે, તો બીજી તરફ મીટિંગ પહેલા, SCO નેતાઓનો ગ્રુપ ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો. ફોટો સેશન પછી, પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે વાતચીત થઈ, જેનો પણ વીડિયો સામે આવ્યો છે.
PM મોદી-શી જિનપિંગ વચ્ચે વાર્તાલાપ
કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આયોજિત SCO સમિટમાં ભાગ લેતી વખતે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી. આ વાર્તાલાપનો એક વીડિયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે કે આ સમિટ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની 25મી વર્ષગાંઠ નિમિત્તે છે. ભારત 2017 થી સંગઠનનું સંપૂર્ણ સભ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૌદ પેઝેશ્કિયાન અને અન્ય ઘણા વિશ્વ નેતાઓ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.

